<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

રાજસ્થાનના ખેડૂતોને કિસાન સન્માન નિધિ ૮૦૦૦ રૃપિયા મળશે

ભાજપ સરકારની ખેડૂતોને આપી મોટી ભેટ :મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી

જયપુર, તા.૮ :રાજસ્થાનના ખેડૂતો માટે મોટી ખુશખબરી છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજસ્થાનના ખેડૂતોને રાજ્યની ભાજપ સરકારે મોટી ભેટ આપી છે. સરકારે ખેડૂતોને સન્માન નિધિને વધારવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી શનિવારે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવી હતી.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ૨ હજાર રૃપિયાની જાહેરા કરી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર પહેલાંથી જ ૬૦૦૦ રૃપિયા ખેડૂતોને આપી રહી હતી. એવામાં હવે રાજ્ય તરફથી ૨૦૦૦ મળીને ૮૦૦૦ રૃપિયા ખેડૂતોને મળશે. આ વધારો રાજસ્થાન સરકાર પ્ર દર વર્ષે ૧૨૩૦૦ કરોડ રૃપિયાનો વધારો બોજો પડશે.

સીએમ ભજનલાલ શર્માએ એક્સ પોસ્ટમાં લખ્યું- 'ખેડૂતને ટેકો! મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જનતાને કરેલા વાયદાનો પુરો કરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે. એવામાં ખેડૂતોને ટેકો આપવા માટે રાજ્યમાં સન્માન નિધિની રકમ ૨૦૦૦ રૃપિયા વધારીને ૮ હજાર રૃપિયા કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ભારતના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે. ૨૦૨૩માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે તેના ઢંઢેરામાં કિસાન સન્માન નિધિ વધારવાનું વચન પણ આપ્યું હતું. ખેડૂતોને વચન તરીકે, એવું કહેવામાં આવ્યું હતું કે કિસાન સન્માન નિધિ દર વર્ષે વધારીને ૧૨,૦૦૦ રૃપિયા કરવામાં આવશે. હાલમાં સરકારે તેમાં ૨૦૦૦ રૃપિયાનો વધારો કર્યો છે. આ ૨ હજાર રૃપિયા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રાજસ્થાનના લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

(7:51 PM IST)