News of Sunday, 9th June 2024
મોદી સરકાર 3.0 : મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહની ધમધોકાર તૈયારીઓ સાથે રાષ્ટ્રપતિ ભવનને મદમસ્ત લાઇટિંગથી શણગારાયું : જુઓ વીડિયો
આવતીકાલ રવિવારે સાંજે 7.15 કલાકે વડાપ્રધાન તરીકે ત્રીજીવાર શપથ લેશે શ્રી મોદી

નવી દિલ્હી : નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેઓ રવિવારે સાંજે 7.15 કલાકે વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. ન્યુઝ એજન્સી ANIએ રાષ્ટ્રપતિ ભવનનો વીડિયો જાહેર કર્યો છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ભવનને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે, જે જબરું ચમકી રહ્યું છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 8 હજાર મહેમાનો હાજરી આપશે જેમાં ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ સામેલ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા આંતરરાષ્ટ્રીય નેતાઓ પણ દિલ્હી પહોંચી ગયા છે.
ભારતના રાષ્ટ્રપતિની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શપથ ગ્રહણ સમારોહ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ દર્શાવવામાં આવી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે શપથ ગ્રહણ સમારોહની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
