<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

દેશમાં ડિજિટલ પેમેન્ટ વધવાની સાથે ડિજિટલ સ્કેમ્સમાં પણ વધારોઃ આરબીઆઇ પણ સ્‍વીકાર્યુ કે ડિજિટલ ફ્રોડમાં થયો છે 700%નો વધારો

હાલ 20,000 રૂપિયાનું નવું કૌભાંડ સામે આવ્‍યું છેઃ ફોન પર ર૦૦૦૦ જમા ના મેસેજ આવે છે જયારે તમારા ખાતામાં માત્ર ર૦૦ જમા થયા હોય છેઃ ઝીણવટથી જોવામાં આવે તો રૂપિયા 19,800ની સીધી ખોટ થાય છે.

નવી દિલ્‍હીઃ દેશમાં ડિજિટલ પેમેન્ટ વધવાની સાથે ડિજિટલ સ્કેમ્સમાં પણ વધારો થયો છે. RBI પોતે માને છે કે ડિજિટલ ફ્રોડમાં 700%નો વધારો થયો છે. આ દિવસોમાં 20,000 રૂપિયાનું નવું કૌભાંડ ફેલાઈ રહ્યું છે.

નવી દિલ્‍હીઃ UPI પેમેન્ટ સિસ્ટમની શરૂઆતથી દેશમાં ડિજિટલ પેમેન્ટ કરવાનું સરળ બન્યું છે. તેમજ તેને વાપરનારા પણ વધ્યા છે. પરંતુ તેની સાથે ઓનલાઈન પેમેન્ટમાં લોકોમાં છેતરપિંડી પણ વધી છે. દરરોજ સ્કેમ કરનારા લોકો વધી રહ્યા છે. પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવે છે. લોકોએ તેમની મહેનતથી કમાયેલા પૈસા છેતરવા માટે નવા રસ્તાઓ શોધતા રહે છે. જેમ કે હવે 20,000 રૂપિયાની નવી છેતરપિંડી ચાલી રહી છે.

હવે સ્કેમર્સ લોકોને તેમના UPI એકાઉન્ટમાં 200.00 રૂપિયા મોકલે છે. જે બાદ અચાનક અજાણ્યા નંબર પરથી લોકોને કોલ આવે છે કે તેમણે ભૂલથી 20,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. તેણે ક્યાંક ઈમરજન્સી પેમેન્ટ કરવું પડશે અથવા તમે આકસ્મિક રીતે રૂપિયા 200.00ની ક્રેડિટનો મેસેજ રૂપિયા 20,000 તરીકે વાંચી લો અને રૂપિયા 20,000 બીજી વ્યક્તિને ફરીથી ટ્રાન્સફર કરી આપો છો. આ રીતે તમારા ખાતામાં ફક્ત 200 રૂપિયા આવે છે, પરંતુ 20,000 રૂપિયા જાય છે. ઝીણવટથી જોવામાં આવે તો રૂપિયા 19,800ની સીધી ખોટ થાય છે.

(3:36 PM IST)