POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
News of Sunday, 9th June 2024
હજ યાત્રાના પ્રારંભ પૂર્વે રજીસ્ટ્રેશન કરાવ્યા વિના આવેલા ત્રણ લાખ લોકોને મક્કામાંથી બહાર કાઢ્યા: ૧૪ જુનથી હજ યાત્રાનો પ્રારંભ: ૧૩ લાખ લોકો મક્કા પહોંચ્યા

સાઉદી અરેબિયાએ આ વર્ષે મક્કામાંથી હજના પ્રારંભ પૂર્વે જ ૩ લાખ લોકોને બહાર કરી દીધા છે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા નથી તેમને મક્કામાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
સુરક્ષા દળો અને પોલીસે આ માટે ઓપરેશન શરૂ કર્યું છે.
ગયા વર્ષે ૧૮ લાખ લોકો હજ માટે આવ્યા હતા, આ વર્ષે આ સંખ્યા ૧૯ થી ૨૦ લાખ સુધી પહોંચી શકે છે.
શનિવાર સુધીમાં ૧૩ લાખ લોકો સાઉદી અરેબિયા પહોંચ્યા છે.
આ વર્ષે ૧૪ જૂનથી હજયાત્રા શરૂ થઈ રહી છે.
સત્તાવાર સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું છે કે હજ વિઝાને બદલે ટુરિસ્ટવિઝા ઉપર આવેલા ૧.૫૩ લાખ વિદેશીઓને ગ્રાન્ડ મસ્જિદ અને કાબામાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે આ સિવાય ૧.૭૧ લાખ લોકોની અટકાયત થઈ છે, જેઓ સાઉદી અરેબિયામાં રહે છે, પણ મક્કાના રહેવાશી નથી અને હજ પરમિટ વિના મક્કા આવ્યા છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
