News of Sunday, 9th June 2024
જમ્મુ અને કાશ્મીરમાં મોટો અકસ્માત: શંકાસ્પદ આતંકવાદી હુમલા બાદ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાડામાં પડી : 10 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ખાઈમાં પડી:કથિત રીતે બસ પર આતંકવાદી હુમલો થયો ત્યારબાદ આ અકસ્માત

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ડીસી રિયાસી વિશેષ મહાજને આ વાતની પુષ્ટિ કરી છે.
પ્રારંભિક માહિતીને ટાંકીને અધિકારીઓએ જણાવ્યું કે પોની વિસ્તારના તેરાયથ ગામમાં શિવ ઘોડી મંદિર જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે આ કેસમાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
