News of Sunday, 9th June 2024
લોકસભાની ચૂંટણી નહિ લડનારા અનેક નેતાઓને મોદી સરકારમાં મંત્રી બનાવાયા: કોણ છે આ 11 ચહેરા?: જુઓ યાદી
લુધિયાણા લોકસભા સીટ પરથી ચૂંટણી હારી ગયેલા રવનીત સિંહ બિટ્ટુને મોદીની ટીમમાં સ્થાન મળ્યું

નવી દિલ્હી: નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. કુલ 71 મંત્રીઓએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જેમાં 30 કેબિનેટ, પાંચ સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.
આ વખતે લોકસભાની ચૂંટણી ન લડનારા અનેક નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ તમામ વિવિધ રાજ્યોમાંથી રાજ્યસભાના સભ્યો છે. આ જ કારણ છે કે તેને મોદીની ટીમમાં સ્થાન મળ્યું છે.
આ રાજ્યસભા સભ્યોને સ્થાન મળ્યું અશ્વિની વૈષ્ણવે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ ઓડિશાથી રાજ્યસભાના સભ્ય છે. નિર્મલા સીતારમણે પણ મંત્રી પદના શપથ લીધા. તેઓ કર્ણાટકમાંથી રાજ્યસભાના સાંસદ છે. રામદાસ આઠવલેએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સભ્ય છે. સુબ્રમણ્યમ જયશંકર અને જેપી નડ્ડાને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. JDU ક્વોટામાંથી રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુર મંત્રી બન્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યસભાના સભ્ય હરદીપ સિંહ પુરીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અધ્યક્ષ જયંત ચૌધરીને સ્વતંત્ર હવાલો સાથે રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. અહીં સંપૂર્ણ યાદી જુઓ સુબ્રમણ્યમ જયશંકર (રાજ્યસભા, કેબિનેટ મંત્રી) હરદીપ સિંહ પુરી (રાજ્યસભા, કેબિનેટ મંત્રી) જેપી નડ્ડા (રાજ્યસભા, કેબિનેટ મંત્રી) નિર્મલા સીતારમણ (રાજ્યસભા, કેબિનેટ મંત્રી) અશ્વિની વૈષ્ણવ (રાજ્યસભા, કેબિનેટ મંત્રી) જયંત ચૌધરી (રાજ્યસભા, સ્વતંત્ર પ્રભાર, રાજ્યમંત્રી) રામદાસ આઠવલે (રાજ્યસભા, રાજ્ય મંત્રી) એલ મુરુગન (રાજ્યસભા, રાજ્ય મંત્રી) રામનાથ ઠાકુર (રાજ્યસભા, રાજ્ય મંત્રી) સતીશ દુબે (રાજ્યસભા, રાજ્ય મંત્રી) પવિત્રા માર્ગેરિતા, (રાજ્યસભા, રાજ્ય મંત્રી)
પંજાબની લુધિયાણા લોકસભા સીટ પરથી ચૂંટણી હારી ગયેલા રવનીત સિંહ બિટ્ટુને મોદીની ટીમમાં સ્થાન મળ્યું છે. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના રાજ્યસભાના સભ્ય એલ મુરુગનને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. તમિલનાડુની નીલગિરી લોકસભા બેઠક પરથી એલ મુરુગન લોકસભા ચૂંટણીમાં ડીએમકેના એ રાજા દ્વારા પરાજય પામ્યા છે.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
