<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

મોદીએ ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા :ઈન્દોરમાં આતશબાજી દરમિયાન ભાજપ કાર્યાલયમાં આગ લાગી

પાર્ટી કાર્યાલયની છત પર પડેલા પ્લાયવુડના ટુકડા, જૂના સોફા, ફર્નિચર અને અન્ય બિનઉપયોગી વસ્તુઓમાં ફટાકડાના કારણે આગ લાગી

ઈન્દોરમાં ચાર માળની પાર્ટી ઓફિસની છતમાં રવિવારે રાત્રે ભાજપના કાર્યકરો દ્વારા નરેન્દ્ર ભાઈ મોદીના સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાની ઉજવણી કરવા માટે આતશબાજી દરમિયાન આગ લાગી હતી.

  ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે શહેરના જવરા કમ્પાઉન્ડ વિસ્તારમાં ભાજપના મુખ્ય કાર્યાલયની છતમાં પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડાના પ્રદર્શન દરમિયાન આગ લાગી હતી.

  ભાજપના મીડિયા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ફટાકડા ફોડવા દરમિયાન પાર્ટી કાર્યાલયની છત પર પડેલા પ્લાયવુડના ટુકડા, જૂના સોફા, ફર્નિચર અને અન્ય બિનઉપયોગી વસ્તુઓમાં ફટાકડાના કારણે આગ લાગી હતી.

તેમણે કહ્યું કે ફાયર વિભાગની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી છે અને આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

(12:04 AM IST)