News of Monday, 10th June 2024
ઢોસા - ઇડલી ખાવાનું મોંઘુ : ૧૮% GST લગાવવા નિર્ણય
ઇડલી - ઢોસા - ખમણ બનાવવાના મિશ્રણને સત્તુના સ્વરૂપમાં વર્ગીકૃત કરી ન શકાય : ઓથોરિટી

નવી દિલ્હી તા. ૧૦ : ગુજરાત સ્થિત કિચન એક્સપ્રેસ ઓવરસીઝ લિમિટેડે GST એડવાન્સ ઓથોરિટીના નિર્ણય સામે AAARનો સંપર્ક કર્યો હતો. કંપનીએ કહ્યું હતું કે તેના સાત ‘ઇન્સ્ટન્ટ લોટ મિક્સ' તૈયાર ભોજન નથી અને અમુક રસોઈ પ્રક્રિયાઓમાંથી પસાર થતા નથી. કંપની ગોટા, ખમણ, દાલવડા, દહીં-વડા, ઢોકળા, ઈડલી અને ઢોસા માટે લોટના મિશ્રણને પાવડર સ્વરૂપે વેચે છે. અપીલકર્તાની દલીલને નકારી કાઢતા, GAARマ કહ્યું કે ‘ઇન્ટન્ટ અટા મિક્સ' બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘટકો સંબંધિત GST નિયમો હેઠળ આવરી લેવામાં આવતા નથી, જેમ કે સત્તુના કિસ્સામાં છે. CBICના પરિપત્ર મુજબ સત્તુ પર પાંચ ટકાના દરે GST લાગુ થાય છે. GAARએ કહ્યું કે અપીલકર્તાના ઉત્પાદનોમાં મસાલા અને અન્ય ઘટકો પણ હોય છે, જયારે સત્તુ સાથે આવું નથી.
તાજેતરમાં GST નેટવર્ક (GSTN) એ પાન મસાલા અને તમાકુ ઉત્પાદનોના ઉત્પાદકો માટે ચોરી અટકાવવા માટે એક નવું ફોર્મ બહાર પાડ્યું છે. આ ફોર્મ દ્વારા, ઉત્પાદકો અધિકારીઓને કાચા માલ અને તૈયાર માલની વિગતો આપશે. આ નવું ફોર્મ GST SRM-2 છે. GSTN એ અગાઉ આવા ઉત્પાદકોની મશીનોની નોંધણી માટે GST SRM-1 ફોર્મ જારી કર્યું હતું. GSTN એ ૭ જૂને તેના કરદાતાઓને જાણ કરી હતી, ‘ફોર્મજીએસટી SRM-2 નામનું બીજું ફોર્મ પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે. પાન મસાલા અને તમાકુ ઉત્પાદનોના ઉત્પાદન સાથે સંકળાયેલા કરદાતાઓ હવે સંબંધિત મહિના માટે ખરીદેલા અને વપરાશમાં લેવાયેલા કાચા માલ અને તૈયાર માલની વિગતોની જાણ કરી શકે છે.'
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
