News of Monday, 10th June 2024
''પ્રેમ ના ફુલો''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
પરમાત્મા છે અસીમ પ્રેમ
ચિદાત્મન,
સ્નેહ. સાધનાશિબિરથી પાછો ફરીને બહાર ચાલ્યો ગયો હતો. રાત્રે જ પાછો ફર્યો છું. એની વચમાં નિરંતર આપનું સ્મરણ રહ્યું છે આપની આંખોમાં પરમાત્માને મેળવવાની જે તૃષાને જોઉ છું, અને આપના હ્ય્દયના ધબકારમાં સત્યોપલબ્ધિને માટે જે વ્યાકુળતા અનુભવ કરી છે. તેને ભૂલવું સંભવ પણ ન હતું.
એવી તૃષા સૌભાગ્ય છે, કારણ કે તેની પીડાથી પસાર થઇ ને જ કોઇ
પ્રાપ્તિ સુધી પહોંચે છે.
સ્મરણ રહે કે તૃષા જ પ્રકાશ અને પ્રેમના જન્મની પ્રથમ શરત છે.
અને પરમાત્મા પ્રકાશ અને પ્રેમના જોડાણ સિવાય બીજાું કંઇ પણ નથી. પ્રેમ પર જયારે કોઇ સીમા નથી હોતી ત્યારે તે નિર્ધૂમ સ્થિતિમાં પ્રેમની અગ્નિ પરમાત્મા બની જાય છે.
આપમાં આ વિકાસની સંભાવના જોઇ છે, અને મારો અંતરાત્મા ઘણા આનંદ થી ભરાઇ ગયો છે.
બીજ તો ઉપસ્થિત છે હવે તેને વૃક્ષ બનાવું છે. અને કદાચ તે સમય પણ નજીક આવી ગયો છે.
પરમાત્મ અનુભૂતિની કોઇ પણ સંભાવના સાધના વિના વાસ્તવિક નથી બનતી, એટલા માટે હવે તેના તરફ સતત અને સંકલ્પપૂર્વક ધ્યાન દેવું છે.
હું ઘણી આશા બાંધી રહ્યો છું આપ તેને પૂરી કરશો?
શ્રી માણેકલાલજી અને મારાં બધાં પ્રિયજનોને ત્યાં મારા પ્રમાણ કહેજો.
હું પત્રની પ્રતીક્ષામાં છું કોરા કાગળની પણ વાત થઇ હતી, તે તો યાદ હશેને ? શેષ શુભ. હું ઘણા આનંદમાં છું.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
