News of Monday, 10th June 2024
સોનિયા, રાહુલ, પ્રિયંકા કાલે રાયબરેલી જશેઃ મતદારોનો માનશે આભાર

નવી દિલ્હી તા.૧૦: લોકસભા ચુંટણીમાં કોંગ્રેસે સારૂ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે આ વખતે ૯૯ બેઠકો જીતી છે. રાહુલ ગાંધી આ વખતે બે બેઠકો પરથી ચુંટણી લડયા અને જીત મેળવી છે. રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડથી ચુંટણી લડયા હતા. બંને બેઠકો પર તેમણે ૩ લાખથી વધુ મતોથી જીત મેળવી છે. હવે તેઓ ૧૧ જુને રાયબરેલી જશે અને લોકોનો આભાર માનશે.
રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી કાલે ૧૧ જુને રાયબરેલી જશે. આ દરમ્યાન તે ત્યાંના લોકોને મળશે અને તેમનો આભાર માનશે. આ સિવાય રાહુલ ગાંધી ૧૨ જુને વાયનાડ પણ જઇ શકે છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
