News of Monday, 10th June 2024
અંબામાતા મંદિરને ચોથીવાર તસ્કરોએ નિશાન બનાવ્યું: સીસીટીવી- રેકોડરની પણ ચોરી
રાજસ્થાનના રણકપુર ખાતે સ્થિત છે મંદિર

પાલી : તા. ૧૦: રણકપુર સડક માર્ગ સિથત ગોયલ ફુલમાળી સમાજના કુળદેવી અંબામાતા મંદિરમાં તસ્કરો ત્રાટકયા છે. તસ્કરો પોતાની સાથે ભંડારગૃહમાં પડેલ ચાંદીની આંગી, માતાજીનો મુગટ, દાનપેટી માંથી રોકડા સાથે સીસીટીવી કેમેરા અને રેકોર્ડર પણ ચોરી ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. ગોયલ ફુલમાળી સમાજ મંદિરમાં ચોથી વખત ચોરીની ઘટનાથી સમાજના લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. પોલીસે સહ ખજાનચી કે સારામની ફરિયાદ પર થી આગળની કાર્યવાહી કરી
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
