News of Monday, 10th June 2024
ભારત-પાક. મેચ દરમ્યાન સ્ટેડીયમથી દૂર જોવા મળ્યું એરક્રાફટ

ન્યુયોર્ક,તા. ૧૦: વરસાદના વિઘ્નને કારણે ભારતીય સમય અનુસાર સાંજે ૮.૫૦ વાગ્યે શરૂ થયેલીᅠભારત-પાકિસ્તાનની મેચ પહેલાં એક ચોંકાવનારો નઝારો જોવા મળ્યો હતો. આખી દુનિયાની નજર જયારે આ મેચ પર હતી ત્યારે પાકિસ્તાનના નેશનલ એન્થમ સમયે નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમથી થોડે દૂર એક એરક્રાફટ ઊડતું જોવા મળ્યું હતું જેની પાછળ ઇંગ્લિશમાં સંદેશ લખ્યો હતો કે ઇમરાન ખાનને મુક્ત કરો. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને વડા પ્રધાન ઇમરાન ખાન ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના રાવલપિંડીની જેલમાં બંધ છે. તેમની ધરપકડ બાદ તેમના સમર્થક આખી દુનિયામાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
