News of Monday, 10th June 2024
ભારત-પાક સરહદ ઉપર હિંદુ અને જૈન મંદિરો માટે એક ધાર્મિક કોરીડોર બનાવવા વિચારણા

ભારત પાકિસ્તાન બોર્ડર પર હિંદુ અને જૈન મંદિરો માટે એક કોરીડોર બનાવવા અંગે વિચારણા ચાલી રહી છે. પાકિસ્તાનના સિંઘ પ્રાંતના પર્યટન મંત્રી જુલ્ફીકાર અલી શાહનું માનીએ તો આ ધાર્મિક કોરીડોર ઉમરકોટ અને નગર પારકરમાં બની શકે છે. કેમકે અહીં હિંદુ ધર્મના લોકોની સંખ્યા વધારે છે જો કે હજુ કંઇ નકકી નથી થયું.
સીંઘ પ્રાંતમાં ર૦૦૦ વર્ષ જૂનું શિવ મંદિર છે. પાકિસ્તાનના ઉમરકોટનું આ શિવ મંદિર હિંદુઓ માટેનું સૌથી પવિત્ર સ્થાન છે. એવું કહેવાય છે કે ઉમરકોર્ટના શિવ મંદિરના શિવલીંગનો આકાર ત્યાં સુધી વધતો રહ્યો જયાં સુધી તે એક નિヘતિ ઉંચાઇ સુધીના પહોંચ્યું જેથી તે વિશ્વના સૌથી બહેતર શિવમંદિરોમાં એક બની ગયું.
પર્યટન મંત્રી અનુસાર સિંઘનું આ શિવમંદિર સૌથી પ્રાચીન છે. આ મંદિરનું નિર્માણ હિંદુ શ્રધ્ધાળુઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને કરાયું હતું. આના સિવાય પણ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવામાં પરમહંસજી મહારાજની સમાધિ છે તો બલુચિસ્તાનનના લાસબેલામાં હિંગળાજ માતાજીનું મંદિર છે. હિંદુ મંદિરો ઉપરાંત પાકિસ્તાનમાં કેટલાય જૈન મંદિરો પણ છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
