News of Monday, 10th June 2024
હવે અનુરાગ ઠાકુરના સ્થાને પોરબંદરના સાંસદ મનસુખભાઇ માંડવીયા રમતગમત મંત્રીનું પદ સંભાળશે
માંડવિયા વર્ષ 2021 થી અગાઉની મોદી સરકારમાં આરોગ્ય મંત્રાલય સંભાળી રહ્યા હતા.

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં એનડીએની જીત પછી નરેન્દ્રભાઈ મોદીએ 9 જૂનની સાંજે સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા.સૌથી મોટો સવાલ એ હતો કે મોદી 3.0માં કયું મંત્રાલય કોને સોંપવામાં આવશે.
હવે સમાચાર સામે આવ્યા છે કે મનસુખભાઈ માંડવિયાને રમતગમત મંત્રાલય સોંપવામાં આવ્યું છે. અગાઉ, માંડવિયા વર્ષ 2021 થી અગાઉની મોદી સરકારમાં આરોગ્ય મંત્રાલય સંભાળી રહ્યા હતા. મનસુખભાઈ માંડવિયા આ વખતે પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હવે અનુરાગ ઠાકુરના સ્થાને રમતગમત મંત્રીનું પદ સંભાળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે મનસુખભાઈ માંડવિયાને ભાજપે પોરબંદરથી ટીકીટ આપી હતી. અહીં તેમની સાથે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. આ સીટ પર મનસુખભાઈ માંડવિયાની 383360 મતોથી જીત થઈ હતી. તેમને કુલ 633118 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના લલિત વસોયાને કુલ 249758 મત મળ્યા હતા.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
