News of Tuesday, 11th June 2024
કંગના થપ્પડકાંડ : સીએમ ભગવંત માને કહ્યું, 'મહિલા CISF કોન્સ્ટેબલના દિલમાં ક્યાંક ગુસ્સો હશે'
કંગનાની ટિપ્પણી પર નિશાન સાધતા સીએમ ભગવંત માને કહ્યું કે, કોઈ ફિલ્મ અભિનેતા હોય કે સાંસદ, તે કહેવું ખોટું છે કે આખું પંજાબ આતંકવાદી રાજ્ય છે

નવી દિલ્હી :ફિલ્મ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવાના મામલાને લઈને હજુ પણ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અભિનેત્રી કંગના રનૌતને કથિત રૂપે થપ્પડ મારનાર CISF મહિલા કોન્સ્ટેબલ ખેડૂતોના આંદોલન પર ભાજપના નવા ચૂંટાયેલા સાંસદના અગાઉના નિવેદનોથી નારાજ હોઈ શકે છે.
સીએમ ભગવંત માને પણ કંગના રનૌતની આતંકવાદ પરની ટિપ્પણીઓને લઈને નિશાન સાધ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે આ ઘટના બની ન હોવી જોઈતી હતી. ગયા અઠવાડિયે ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌર દ્વારા કંગનાને કથિત રીતે થપ્પડ મારવામાં આવી હતી તે અંગે પંજાબના મુખ્યમંત્રીની આ પ્રથમ પ્રતિક્રિયા હતી.
પીટીઆઈના અહેવાલ મુજબ, તેણે કહ્યું, "કુલવિંદર કૌર દેખીતી રીતે ખેડૂતોના વિરોધ પર કંગનાના વલણથી નારાજ હતી. થપ્પડ મારવાની ઘટના અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં માનએ કહ્યું, જુઓ, તે ગુસ્સામાં હશે, કંગનાએ અગાઉ પણ આવી વાત કહી હતી. એ મહિલા CISF કોન્સ્ટેબલના દિલમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો હતો. આ ઘટના આ રીતે બનવી જોઈતી ન હતી.
સીએમ માનએ વધુમાં કહ્યું કે, "કોઈ ફિલ્મ અભિનેતા હોય કે સાંસદ, તે કહેવું ખોટું છે કે સમગ્ર પંજાબ આતંકવાદી રાજ્ય છે અને રાજ્યમાં આતંકવાદ છે." તેમણે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પંજાબના યોગદાનને યાદ કર્યું કહ્યું કે તે દેશને ખવડાવે છે. દરેક મુદ્દા પર તમે કહો છો કે તેઓ આતંકવાદી અને અલગતાવાદી છે. ખેડૂતો વિરોધ કરે તો તેમને આતંકવાદી કહેવામાં આવે છે. આ ખોટું છે.''
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
