તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
નીટ-યુજી-૨૦૨૪ના પરિણામોમાં ભારે ગરબડો અંગે ફરી પરીક્ષાની માંગ : સુપ્રિમમાં સુનાવણી

નવી દિલ્હી,તા.૧૧ : નીટ યુજીની પરીક્ષાના પરિણામો સંદર્ભે કથીત ગરબડના કારણે દેશભરમાં થઇ રહેલ વ્યાપક પ્રદર્શન વચ્ચે પરીક્ષાને રદ કરી ફરી યોજવાની માંગવાળી અરજી પર સુપ્રીમમાં આજે સુનાવણી યોજાનાર છે.
દરમિયાન NTA દ્વારા જાહેર પરિણામોમાં ૬૭ વિદ્યાર્થીઓએ ૭૨૦માંથી ૭૨૦ માર્ક મેળવતા ખળભળાટ મચી ગયો હતો. આ ૬૭ છાત્રોમાંથી ૬ પરીક્ષાર્થીઓ એક જ સેન્ટરના હતા.
આંધ્રપ્રદેશના નીટ યુજી આવેદક જરીયને કાર્તીક દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તત્કાલીક સુનાવણીની સર્વોચ્ચ અદાલત પાસે અરજ કરવામાં આવી હતી. બીજી તરફ અબ્દુલ્લાહ મોહમ્મદ અને ડો. શૈક રોશન દ્વારા પણ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક દેવાને પણ સુપ્રીમમાાંે પડકારવામાં આવેલ છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
