તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 11th June 2024
દૂધ બાદ હવે અમૂલ મસ્તી દહીના ભાવમાં વધારો
જુદા-જુદા પેકિંગમાં ૧ થી ૧૦ સુધીનો વધારો કરાયો

અમદાવાદ, તા. ૧૧ : અમૂલ બ્રાન્ડના દુધના પ્રતિલીટરે ૩ જુનથી ૧થી ૩ રૂપિયાનો વધારો ઝીંકાયા બાદ ફેડરેશને દહીની જુદી-જુદી વેરાઇટીના ભાવોમાં ૧ રૂપિયાથી લઈને ૧૦ રૂપિયા સુધીનો વધારો કર્યો છે.
આણંદ સ્થિત ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન-આમૂલ દ્વારા ૩ જુનથી અમુલ બ્રાન્ડના ગોલ્ડ, શક્તિ, ટી-સ્પેશિયલ, કાઉ મિલ્ક, બફેલો મિલ્કના ભાવોમા પ્રતિલીટરે ૧થી ૩ રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત, દિલ્હી અને NRCમા પ્રતિદિને લાખો લીટર દૂધનું દૈનિક વેચાણ થતું હોવાથી માત્ર ૧થી ૩ રૂપિયાનો ભાવવધારો લોકોના ખિસ્સા ઉપર મોટું આર્થિક ભારણ પડે છે. ત્યાંજ ફેડરેશન દ્વારા અમૂલ ઉત્પાદિત મસ્તી દહીં બ્રાન્ડના ભાવોમાં જુદા-જુદા પેકિંગ મુજબ વધારો કર્યો છે. જેમાં મસ્તી દહી ૨૦૦ ગ્રામનુ પેકેટના અત્યાર સુધી ૧૮ રૂપિયા વસુલાતા હતા તેના સ્થાને ૧ રૂપિયાનો વધારો થતાં ગ્રાહકોએ ૧૯ રૂપિયા ચૂકવવા પડશે.
જયારે મસ્તી દહીંના ૨૦૦ ગ્રામ બકેટમાં ૨૨ રૂપિયાના સ્થાને ૧ રૂપિયાનો વધારો થતાં કિંમત ૨૩ રૂપિયા થઇ છે. મસ્તી દહીં ૪૦૦ ગામમાં ૩૪ રૂપિયાના સ્થાને ૧ રૂપિયાનો વધારો થતાં ૩૫ રૂપિયા, મસ્તી દહીં ૧ કિલોમાં ૭૨ના સ્થાને ૩ રૂપિયાનો વધારો થતાં કિંમત ૭૫ રૂપિયા ઉપર પહોંચી છે. જયારે મસ્તી દહીંનું ૧ કિલોનું બકેટ ૧૦૦ રૂપિયામાં ઉપલબ્ધ હતું. તેમાં ૧૦ રૂપિયાનો વધારો થતાં હવેથી ૧૧૦ રૂપિયા વસુલાશે. દહીંના ભાવવધારા બાદ અન્ય ડેરી પેદાશોના ભાવોમાં પણ તબક્કાવાર ભાવ વધારો તોળાવાની શકયતાઓ સેવાઇ રહી છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
