<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ભાજપના ૩ સાંસદો મમતાના તૃણમૂલ કોંગ્રેસના સંપર્કમાં: સભ્‍ય સંખ્‍યા વળી ઘટશે?

બંગાળ ભાજપે આવા દાવાઓ પોકળ હોવાનું કહી ફગાવી દીધાઃ કહયું ભાજપ એકજુટ છેઃ ૪રમાંથી ર૯ બેઠકો તૃણમૂલ જીતેલ છે

કોલકતાઃ  મમતા બેનરજીની પાર્ટી તળણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ સાકેત ગોખલેએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપના ત્રણ સાંસદ ટીએમસીના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં લોકસભામાં ભાજપની સંખ્‍યા ઘટીને ૨૩૭ થઈ જશે.

૨૦૨૪માં ભાજપે માત્ર ૨૪૦ બેઠકો જીતી છે અને હાલમાં તે ટીડીપી, જેડીયુ જેવી ઘણી પાર્ટીઓ સાથે કેન્‍દ્રમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યો છે. આવી સ્‍થિતિમાં જો તેના જ ત્રણ સાંસદો પક્ષ બદલે તો મુશ્‍કેલી પડશે. બંગાળ ભાજપે સાકેત ગોખલેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આવા દાવા પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે પાર્ટીનું રાજ્‍ય એકમ એકજૂટ છે.

લોકસભા ચૂંટણીમાં તળણમૂલ કોંગ્રેસે પヘમિ બંગાળમાં ૪૨માંથી ૨૯ બેઠકો જીતી હતી.  તે જ સમયે, રાજ્‍યમાં ભાજપની બેઠકોની સંખ્‍યા ૨૦૧૯ માં ૧૮ થી ઘટીને ૧૨ થઈ ગઈ છે.

ટીએમસી રાજ્‍યસભાના સભ્‍ય ગોખલેએ  ટવીટર એકસ પર પોસ્‍ટ કરતાં કહ્યું કે હાલમાં લોકસભામાં ભાજપના સાંસદોનો આંકડો ૨૪૦ છે અને ઇન્‍ડીયા ગઠબંધનના સાંસદોનો આંકડો ૨૩૭ છે. પヘમિ બંગાળના ભાજપના ત્રણ સાંસદો અમારા સંપર્કમાં છે અને ટૂંક સમયમાં સુખદ આヘર્ય થશે. તે પછી ભાજપનો આંકડો ઘટીને ૨૩૭ થઈ જશે જ્‍યારે ઇન્‍ડીયા ગઠબંધનના સાંસદોની સંખ્‍યા વધીને ૨૪૦ થઈ જશે.

તેમણે કહ્યું કે પીએમ નરેન્‍દ્ર મોદીનું ગઠબંધન ટકાઉ નથી. આ લાંબો સમય નહીં ચાલે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ ૨૪૦ બેઠકો જીતીને બહુમતીનો આંકડો ચૂકી ગયો હતો

(3:06 PM IST)