<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

રશિયાને મોટો ઝટકો : અમેરિકાએ મોસ્કો પર 300 થી વધુ નવા પ્રતિબંધો લગાવ્યા

2 વર્ષથી વધુ સમયથી યુક્રેન સામે યુદ્ધ ચલાવી રહેલા રશિયાની સ્થિતિ નબળી પડી શકે

વોશિંગ્ટનઃ અમેરિકાએ રશિયાને મોટો ઝટકો આપતા તેના પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. આનાથી રશિયાની સ્થિતિ નબળી પડી શકે છે, જે 2 વર્ષથી વધુ સમયથી યુક્રેન સામે યુદ્ધ ચલાવી રહ્યું છે.

     યુએસએ હવે રશિયા પર 300 થી વધુ નવા પ્રતિબંધો લાદ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન, સંયુક્ત આરબ અમીરાત અને તુર્કી સહિતના વિવિધ દેશોની વ્યક્તિઓ અને કંપનીઓને રશિયાની મદદ કરવાથી રોકવાનો છે. અમેરિકાએ આ પગલું ઈટાલીમાં યોજાનારી G7 સમિટ પહેલા ઉઠાવ્યું છે.

  આ પગલા સાથે અમેરિકાની ટોચની પ્રાથમિકતાઓ યુક્રેન માટે સમર્થન વધારવા અને રશિયાની યુદ્ધ મશીનરીને તોડી પાડવાની છે. બુધવારે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં ચીનની કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે જે યુદ્ધમાં રશિયાને મદદ કરી રહી છે.

  રશિયાને નાણાં અને શસ્ત્રોના પ્રવાહને રોકવાના ઉદ્દેશ્ય સાથે યુ.એસ.એ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ચાર હજાર રશિયન કંપનીઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આર્થિક પ્રતિબંધ નીતિ અને અમલીકરણના ડિરેક્ટર એરોન ફોર્સબર્ગે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, "પુતિન એક ખૂબ જ સક્ષમ વિરોધી છે જે સાથીઓને શોધવા માટે તૈયાર છે.

  તેમણે કહ્યું હતું કે રશિયા વિરુદ્ધ પ્રતિબંધો એક ચાલુ પ્રક્રિયા છે. બુધવારે લાદવામાં આવેલા પ્રતિબંધો રશિયા અને તેના યુદ્ધ સપ્લાયર્સ વચ્ચે યુએસ $100 મિલિયનથી વધુ મૂલ્યના વેપારને લક્ષ્યાંકિત કરે છે. આ 300 થી વધુ નવા પ્રતિબંધોનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન, સંયુક્ત આરબ અમીરાત અને તુર્કી સહિતના વિવિધ દેશોની વ્યક્તિઓ અને કંપનીઓને રશિયાને મદદ કરવાથી રોકવાનો છે.


 

(12:45 AM IST)