<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ટ્રેનમાં ભાન ભૂલ્‍યુ કપલ! વીડિયો વાયરલ

નવી દિલ્‍હી,તા. ૧૩: ઈન્‍ટરનેટ પર ફરી એક વખત એવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ‘જાહેરમાં ન થવી જોઈએ એવી વસ્‍તુઓ'ની શ્રેણીમાં આવે છે. આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક કપલ ટ્રેનની એક જ બર્થ પર એકબીજાને ચોંટીને સૂતા જોવા મળી રહ્યા છે. જેથી હવે આ વીડિયોને આધારે લોકોએ આ કપલ સામે PDA (પબ્‍લિક ડિસ્‍પ્‍લે ઓફ અફેક્‍શન) હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેલ-એક્‍સપ્રેસ ટ્રેનની એક જ સીટ પર એક કપલ એકબીજાને ચોંટીને સૂઈ ગયા છે. આ વીડિયોને જોઈને અનેક લોકોએ ‘કન્‍સેન્‍ટની અછત' અંગે પ્રશ્નો ઉઠાવ્‍યા હતા. આ વીડિયો નજીકમાં બેસેલી એક મહિલાએ તેના ફોનમાં કેપ્‍ચર કર્યો હતો. આગળ જતાં વીડિયોમાં આગળ ટીટી પણ આ કપલને સમજાવવાનો પ્રયત્‍ન કરી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે. જો કે આ ઘટના કયારની અને ક્‍યાંની છે તે બાબતે કોઈપણ માહિતી સામે આવી નથી.

સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X (પૂર્વે ટ્‍વિટર) પર ‘હસનાજરૂરીહૈ' હેન્‍ડલ દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્‍યો હતો. વીડિયો ગઇકાલે શેર કરવામાં આવ્‍યો હતો જેના પર હવે ૨,૯૨,૦૦૦ કરતાં વધારે વ્‍યૂઝ પાર થઈ ગયા છે. વીડિયો શેર થયા પછી તે તરત જ વાયરલ થયો હતો. મોટાભાગના લોકોએ ટ્રેનમાં પીડીએ માટે આ યુગલની ટીકા કરી, જયારે બીજા અમુક લોકોએ કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે. તો કેટલાક લોકોએ કપલનો વીડિયો રેકોર્ડ કરનારી છોકરી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્‍યા, કારણ કે લોકોએ કહ્યું કે કોઇની પરવાનગી વિના વીડિયો બનાવવો પણ એક ગુનો છે.

(9:56 AM IST)