News of Thursday, 13th June 2024
રોજ ૧૦ માળની બિલ્ડિંગમાં થાય તેટલા કોંક્રિટનો બુલેટ ટ્રેન પ્રોજેકટમાં વપરાશ
૫૦૮ કિમી રૂટ પર ૧૨ સ્ટેશન, ૨૪ નદી-પુલ, ૮ પર્વતીય સુરંગ

નવી દિલ્હી,તા. ૧૩: મુંબઇ-અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં રોજિંદા ૨૦,૦૦૦ કયુબીક મીટર કોંક્રિંટનો ઉપયોગ થઇ રહ્યો છે. આ ૨૦ હાર કયુબીક મીટર કોંક્રિટથી ૧૦ માળની બિલ્ડિંગ ઉભી કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો રોજ ૧૦ની માળની બિલ્ડિંગ ઉભી થાય તેટલુ કોંૅક્રિટ ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૭૮ લાખ કયુબીક મીટર કોંક્રિટનો ઉપયોગ કરાઇ ચૂકયો છે. બુલેટ ટ્રેન પ્રોજેકટને લીધે સિમેન્ટ જેવા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના ૫૦૮ કિલોમીટર લાંબા રૂટમાં ૧૨ રેલવે સ્ટેશન, ૨૪ નદી-પુલ, ૮ પર્વતીય સુરંગ અને એક સમુદ્રની નીચેની સુરંગનો સમાવેશ થાય છે. અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ અંગે માહિતી આપતા એન.એચ.એસ.આર.સી.એલના સુષમા ગૌડે જણાવ્યુ હતુ કે, હાઇસ્પીડ રેલ કોરિડોર બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એલિવેટિડ રોડ તૈયાર થઇ રહ્યો છે. આ સાથે જ ટ્રેકની બંને તરફ પવન અવરોધક દીવાલ પણ ઉભી કરાઇ રહી છે. સુરતના અંત્રોલી પાસે ડાયમંડ આકારનું સ્ટેશન ડેવલપ થઇ રહ્યુ છે. ફલોરની સાથે શેડની કામગીરી ચાલી રહી છે.તેમણે વધુમાં કહ્યુ કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલી કામગીરીમાં રોજિંદા ૨૦,૦૦૦ કયુબીક મીટર કોંક્રિટનો ઉપયોગ થઇ રહ્યો છે. આ ૨૦,૦૦૦ કયુબીક મીટર એટલે આ ૧૦ માળની બિલ્ડિંગ બનાવી શકાય. આ પ્રોજેકટમાં અત્યાર સુધી ૭૮ લાખ કયુબીક મીટર કોંક્રિટનો ઉપયોગ થઇ ચૂકયો છે. બુલેટ ટ્રેનમાં રોજિંદા હજારો કામદારોને રોજગારી આપવામાં આવી રહી છે.
બુલેટ ટ્રેનમાં રોજિંદા ૨૦,૦૦૦ કર્મીઓ કામ કરે છે
ગુજરાત અને મહારાષ્ટ્રના વિભિન્ન ભાગોમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે.વીતેલા દોઢ વર્ષમાં તબક્કાવાર રીતે જિલ્લાઓમાં કામગીરી શરૂ થઇ છે. દરમિયાન દોઢ વર્ષથી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં રોજિંદા ૨૦,૦૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અહીંયા યુ.પી., બિહાર, પヘમિ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કામદારો કામ કરી રહ્યા છે. જે કર્મચારીઓને ટ્રેનિંગની જરૂર હોય તેવા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. સુરત સહિતના જિલ્લાઓમાં ટ્રેનિંગ સેન્ટરો પણ શરૂ કરાયા છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
