<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

GST કાઉન્‍સિલની ૨૨ જૂને યોજાનારી બેઠકમાં ૬ મોટા નિર્ણયો લેવામાં આવશે

મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆત બાદ આ પ્રથમ બેઠક છે : આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે

નવી દિલ્‍હી, તા.૧૩: GST કાઉન્‍સિલની ૫મી બેઠક ૨૨મી જૂને દિલ્‍હીમાં યોજાવા જઈ રહી છે. આ બેઠક ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. કારણ કે નવી સરકાર બન્‍યા બાદ પ્રથમ બેઠક યોજાઈ રહી છે. CNBC આવાઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બજેટ પહેલા GST સંબંધિત મહત્‍વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

૨૨ જૂને મળનારી બેઠકમાં આ વખતે શું થવાનું છે? દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની રાજ્‍યોના નાણા મંત્રીઓ સાથેની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. (૧)  બિઝનેસમેન માટે અનુપાલનને સરળ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. (૨) જો સૂત્રોનું માનીએ તો, ઇન્‍વર્ટેડ ડ્‍યુટી સ્‍ટ્રક્‍ચરની સમસ્‍યાઓને દૂર કરવા માટે સર્વસંમતિ પર પહોંચી શકાય છે. (૩) DPIIT દ્વારા નાણા મંત્રાલયને ૧૪ વસ્‍તુઓની યાદી મોકલવામાં આવી હતી. (૪) કાપડ, ચામડા અને એન્‍જિનિયરિંગ માલસામાનમાં ડ્‍યુટી સ્‍ટ્રક્‍ચરની સમસ્‍યા છે. આ સિવાય ફાર્મા સેક્‍ટરમાં ડ્‍યૂટી સ્‍ટ્રક્‍ચરની સમસ્‍યાથી વેપારીઓ ચિંતિત છે. આ સિવાય ફર્ટિલાઈઝર સેક્‍ટરમાં પણ ઈન્‍વર્ટેડ ડ્‍યુટી સ્‍ટ્રક્‍ચરની સમસ્‍યા છે. ઇનપુટ્‍સ પર ૧૮% GST છે જ્‍યારે અંતિમ ઉત્‍પાદન પર ૫% GST છે. તમને જણાવી દઈએ કે ઈનપુટ્‍સ પર ઓછો GST અને ફિનિશ્‍ડ પ્રોડક્‍ટ્‍સ પર વધુ GSTને કારણે બિઝનેસમેનનું રિફંડ અટકી જાય છે. (૫) આ સિવાય, ખરીદનાર અને સપ્‍લાયર વચ્‍ચેના ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ વિવાદને ઉકેલવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવશે. હાલમાં, જો સપ્‍લાયર GST ચૂકવતો નથી તો ખરીદનારનું ITC રોકી દેવામાં આવે છે. (૬) ઓનલાઈન ગેમિંગના દરોની સમીક્ષા કરવા પર પણ ચર્ચા થઈ શકે છે. ગયા વર્ષે ઓક્‍ટોબરમાં ૨૮% GSTનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. સાથે જ એવું પણ કહેવામાં આવ્‍યું હતું કે ૬ મહિનામાં દરોની સમીક્ષા કરવામાં આવશે.

(3:46 PM IST)