News of Friday, 14th June 2024
આકરી ગરમી હોવા છતાં, જૂન મહિનામાં રામ મંદિરના દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યામાં વધારો : જુઓ આંકડા
મે મહિનામાં દરરોજ સરેરાશ 59,677 ભક્તો ભગવાન રામલલાના દર્શન કરવા આવ્યા

નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર જૂન મહિનામાં ભારે ગરમી હોવા છતાં ભગવાન રામલલાના દર્શન કરવા માટે દરરોજ અયોધ્યા આવતા ભક્તોની સંખ્યામાં વધારો થયો છે. મે મહિનામાં આ સંખ્યા 60 હજારની આસપાસ હતી, જે જૂનમાં વધીને 61 હજારને પાર થઈ ગઈ છે. મેના છેલ્લા સપ્તાહમાં અને જૂનની શરૂઆતમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું.
અયોધ્યાના રામ મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યામાં વધારો થવાનું એક કારણ જૂનમાં સ્કૂલ અને કોર્ટની રજાઓ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ અયોધ્યામાં ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે આંકડા આ બતાવતા નથી.
22 જાન્યુઆરીએ રામ મંદિરનો અભિષેક થયો ત્યારથી દર મહિને ભક્તોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ જૂનમાં આ સંખ્યા દરરોજ સરેરાશ વધી રહી છે. મે મહિનામાં દરરોજ 59,677 (દરરોજ આશરે 60 હજાર લોકો) ભક્તો ભગવાન રામલલાના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે જૂન મહિનામાં દરરોજ 61,333 લોકો દર્શન માટે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા આંકડા 12 જૂન સુધીના છે.
ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે ભક્તોની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થયો છે. માર્ચથી એપ્રિલ સુધીમાં 44 ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલથી મે સુધીમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જાન્યુઆરીમાં દરરોજ 3,00,000 ભક્તો રામ મંદિરના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે ફેબ્રુઆરીમાં દરરોજ 2,06,897 ભક્તો રામ મંદિરના દર્શન કરવા આવ્યા હતા. માર્ચમાં દૈનિક ભક્તોની સંખ્યા ઘટીને 1,45,161 થઈ ગઈ. એપ્રિલમાં દૈનિક ભક્તોની સંખ્યા ઘટીને 83,333 થઈ ગઈ છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
