News of Friday, 14th June 2024
મૂળ ભારતીય એમી બેરા દ્વારા અમેરિકન સ્વાસ્થ્ય સેવાને ઝડપી બનાવવા કાયદાકીય પહેલ : ટેસ્ટ કે રિપોર્ટ માટે વીમાકંપનીની પૂર્વ મંજૂરી લેવામાં હવે ડોક્ટર અને દર્દીઓનો સમય બચશે
ડોક્ટર અને દર્દી બંનેનો સમય ઓછો રોકાય એ માટેનો કાયદો લાવવામાં એમી બેરા અને એમની ટીમ સફળ

મૂળ ભારતીય અને જન્મથી અમેરિકન એવા શ્રી એમી બેરા દ્વારા અમેરિકન સ્વાસ્થ્ય સેવાઓને વધુ ઝડપી બનાવવા કાયદાકિય પહેલ રંગ લાગી છે
શ્રી એમી બેરા એટલે કે શ્રી અમરિષ બાબુલાલ બેરા હાલમા અમેરિકામા સાંસદ છે, એમના માતા શ્રીમતી કાંતાબેન અને પિતા શ્રી બાબુભાઈ બેરા મૂળ રાજકોટના વતની અને અમેરિકામા સ્થાયી થયેલ. શ્રી એમી બેરા રાજકારણ મા આવતા પહેલા ચીફ મેડિકલ ઓફિસર તરીકે અમેરિકા મા સેવાઓ આપી ચૂક્યા છે. એમણે ત્યાંની સ્વાસ્થ્ય સેવાઓ ને વધુ ઝડપી બનાવવા માટે ત્યાંના કાયદા મા સુધારો લાવવાની પહેલ કરી છે.
જ્યારે હોસ્પિટલ ની સારવાર દરમ્યાન ડોકટર કોઈ ટેસ્ટ કે રિપોર્ટ કરાવવાનું લખી આપે, ત્યારે દર્દીની વીમા કંપનીની સંમતિ લેવાં દર્દી અને ડોકટર બંને નો સમય રોકાતો હોય છે. જો એ અરજી વીમા કંપની મા પ્રથમ પ્રયાસે પાસ ન થાય તો એની અપીલમા વધુ સમય લાગી જતો હોય છે, જે ક્યારેક દિવસો કે અઠવાડિયાઓ થી વધી જતો હોય છે. સીનીયર સીટીઝન માટે આ સમય ઘણીવાર જોખમી બની જતો હોય છે.
આવી પૂર્વ મંજૂરી લેવામાં ડોકટર અને દર્દી બંને નો સમય ઓછો રોકાય, એ માટે નો કાયદો અમેરિકા મા લાવવામાં શ્રી એમી બેરા અને એમની ટીમ સફળ રહ્યા છે એવું x પર તેમણે કરેલ એક ટ્વીટ મા જાણવા મળે છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
