News of Friday, 14th June 2024
મોંઘવારીએ તોડયો ૧૫ મહિનાનો રેકોર્ડ
સામાન્ય માણસોનો પીછો છોડતી નથી મોંઘવારી : જથ્થાબંધ મોંઘવારીનો દર મે મહિનામાં ૨.૬૧ ટકા રહ્યો : એપ્રિલમાં હતો ૧.૨૬%

નવી દિલ્હી તા. ૧૪ : દેશનો જથ્થાબંધ મોંઘવારી દર મે મહિનામાં ૨.૬૧ ટકાના ૧૫ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. એપ્રિલ મહિનામાં તે ૧.૨૬ ટકા હતો. જથ્થાબંધ ખાદ્ય ફુગાવો એપ્રિલમાં ૫.૫ ટકા અને મે ૨૦૨૩માં ૪.૮૨ ટકાથી વધીને મે મહિનામાં ૭.૪ ટકા થયો હતો. મે મહિનામાં જથ્થાબંધ ભાવ માસિક ધોરણે ૦.૨ ટકા વધ્યા છે.
ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો મે મહિનામાં સતત ત્રીજા મહિને વધીને ૨.૬૧ ટકા થયો હતો. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત ફુગાવો ગયા મહિને ૧.૨૬ ટકા હતો. મે ૨૦૨૩માં તે (-) ૩.૬૧ ટકા હતો.
વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મે, ૨૦૨૪ માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજો, ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખનિજ તેલ, અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં વધારો થવાને કારણે છે.'
ડેટા અનુસાર, ખાદ્ય ચીજોમાં ફુગાવો મે મહિનામાં ૯.૮૨ ટકા વધ્યો હતો જયારે એપ્રિલમાં તે ૭.૭૪ ટકા હતો. શાકભાજીનો ફુગાવો મે મહિનામાં ૩૨.૪૨ ટકા હતો જે અગાઉના મહિનામાં ૨૩.૬૦ ટકા હતો. ડુંગળીનો ફુગાવો ૫૮.૦૫ ટકા અને બટાકાનો ફુગાવો ૬૪.૦૫ ટકા હતો. મે મહિનામાં કઠોળનો મોંઘવારી દર ૨૧.૯-૫ ટકા વધ્યો.
ઇંધણ અને પાવર બાસ્કેટમાં ફુગાવો ૧.૩૫ ટકા રહ્યો છે, જે એપ્રિલના ૧.૩૮ ટકાના ફુગાવાથી થોડો ઓછો છે. ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવો એપ્રિલમાં (-) ૦.૪૨ ટકાથી વધીને ૦.૭૮ ટકા થયો છે.
મેના જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં થયેલો વધારો આ મહિનાના છૂટક ફુગાવાના ડેટા સાથે વિરોધાભાસી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં લે છે.
આ સપ્તાહની શરૂઆતમાં જારી કરાયેલા ડેટા અનુસાર, રિટેલ ફુગાવો મે મહિનામાં ઘટીને ૪.૭૫ ટકાના એક વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. આરબીઆઈએ આ મહિનાની શરૂઆતમાં સતત આઠમી વખત વ્યાજ દર યથાવત રાખ્યા છે.
વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મે ૨૦૨૪માં મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ, ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખનિજ તેલ, અન્ય ઉત્પાદન વગેરેની કિંમતોમાં વધારો છે. ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો મે મહિનામાં ૯.૮૨ ટકા વધ્યો હતો, જયારે એપ્રિલમાં તે ૭.૭૪ ટકા હતો.
શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં ૩૨.૪૨ ટકા હતો જે એપ્રિલમાં ૨૩.૬૦ ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર ૫૮.૦૫ ટકા જયારે બટાકાનો મોંઘવારી દર ૬૪.૦૫ ટકા રહ્યો છે. આ ઉપરાંત મે મહિનામાં દાળનો મોંઘવારી દર પણ ૨૧.૯૫ ટકા રહ્યો હતો. ઈંધણ અને પાવર સેક્ટરમાં ફુગાવો ૧.૩૫ ટકા રહ્યો છે, જે એપ્રિલના ૧.૩૮ ટકાથી નજીવો ઓછો છે. ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવો ૦.૭૮ ટકા હતો, જે એપ્રિલમાં માઈનસ ૦.૪૨ ટકા હતો.
મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં વધારો એ જ મહિનાના છૂટક ફુગાવાના આંકડાથી વિપરીત છે. આ સપ્તાહની શરૂઆતમાં જારી કરાયેલા ડેટા અનુસાર, રિટેલ ફુગાવો મે મહિનામાં ઘટીને ૪.૭૫ ટકા થયો હતો, જે એક વર્ષમાં સૌથી નીચો સ્તર છે. જોકે, રાહતની વાત એ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં રાખે છે. આ મહિનાની શરૂઆતમાં RBIએ સતત આઠમી વખત વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
