News of Friday, 14th June 2024
૧.૧૩ કરોડ આપો અને એનઆરઆઇ કવોટાની મેડીકલ સીટ મેળવો
આવી જાહેરાતથી સાવધાન રહેજોઃ નીટનુ રીઝલ્ટ આવ્યું નથી અને એજન્ટો કરી રહ્યા છે સોદાબાજી

રાયપુર તા. ૧૪: ૧.૧૩ કરોડ રૂપિયા આપો અને એમબીબીએસની એનઆરઆઇ કવોટાની સીટ પાકી કરો. આવી વાતો કેટલાક એજન્ટો કરી રહ્યા છે, જે છત્તીસગઢની ખાનગી મેડીકલ કોલેજોમાં એનઆરઆઇ કવોટામાં એડમીશન પાકુ હોવાનું જણાવી રહ્યા છે એટલું જ નહીં તેઓ મધ્ય પ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મેનેજમેન્ટ અને એનઆરઆઇ કવોટા માટે પણ અલગ ખર્ચ બતાવી રહ્યા છે. એડમીશનની ગેરંટી માટે આ એજન્ટો મેડીકલ કોલેજના મેનેજમેન્ટ સાથે મેળવી આપવાનું પણ કહે છે તેમનો દાવો છે કે તેઓ આ ફીલ્ડમાં રર વર્ષથી કામ કરી રહ્યા છે એટલે તેમની વાતને એડમીશનની ગેરંટી માનવામાં આવે.
જો કે નેહરૂ મેડીકલ કોલેજના રીટાયર્ડ ડીન ડો. સીકે શુકલાનું કહેવું છે કે જયાં સુધી મેરીટ યાદી બહાર ના પડે ત્યાં સુધી એજન્ટોની વાતોમાં ના આવવું. એજન્ટ કેવી રીતે આવા એડમીશનો કરાવી શકે? આ લોકો આવી રીતે છેતરપિંડી કરવામાં હોશીયાર હોય છે. ડોકટર બનાવવાની લાલસામાં ઘણાં વાલીઓના પૈસા ડૂબી ગયા છે. એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ આવા એજન્ટોથી સાવચેત રહે . (રાજસ્થાન પત્રિકામાં પિલૂરાય સાહુનો અહેવાલ સાભાર)
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
