<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

કેબિનેટ મંત્રીઓ જેટલો જ પાવર ધરાવે છે ડોભાલ, મિશ્રા, ખરે તથા કપુર

નરેન્‍દ્રભાઇએ ફરી કર્યો છે આ અધિકારીઓનો ટીમમાં સમાવેશ

નવી દિલ્‍હી,તા.૧૪: મોદી સરકારના પાછલા કાર્યકાળમાં તેમજ આ વખતે પણ અજીત ડોભાલ, પીકે મિશ્રા, અમિત ખરે અને તરુણ કપૂરને મહત્‍વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ભારતના જેમ્‍સ બોન્‍ડ તરીકે ઓળખાતા અજીત ડોભાલને દેશની આંતરિક જવાબદારી સોંપવામાં આવી છે.ᅠ

દેશ માટે આતંકવાદ વિરોધી ગ્રીડની સ્‍થાપના તેમજ ગુપ્ત માહિતી પ્રણાલીને મજબૂત બનાવવા જેવી બીજી ઘણી જવાબદારી તેમના માથે છે. અજીત ડોભાલે તેમના બંને કાર્યકાળ દરમિયાન ઘણા મોટા ઓપરેશનો હાથ ધર્યા છે. હવે આ વખતે પણ ડોભાલના નેતૃત્‍વમાં ઘણા ઓપરેશનો હાથ ધરવામાં આવશે.

પીકે મિશ્રા વડાપ્રધાન કાર્યાલયના સૌથી અનુભવી અધિકારીઓમાંના એક છે. તેમની નિમણૂક ફરી એક વખત સાબિત કરે છે કે પીએમ મોદીને તમામ વિભાગોમાંથી તેમના કામનો રિપોર્ટ પહેલાની જેમ જ મેળવતા રહેશે.ᅠ

અમિત ખરે ઝારખંડ કેડરના વરિષ્ઠ ત્‍ખ્‍લ્‍ અધિકારી રહી ચૂક્‍યા છે. તેમજ તેમણે કેન્‍દ્ર સરકારના ઘણા મંત્રાલયોમાં સચિવ તરીકે કામ કર્યું છે. ભારત સરકારના વિકાસ ભારત સંકલ્‍પ, જન ધન યોજના, વૈકલ્‍પિક ઉર્જા યોજના જેવા પ્રોજેક્‍ટમાં તેમની ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત મોદી સરકારે તરુણ કપૂર પર પણ ભરોસો મૂક્‍યો છે.

(4:09 PM IST)