News of Friday, 14th June 2024
NEETપેપર લીક કેસમાં મોટો ખુલાસો : વિદ્યાર્થીઓને બદલે પરીક્ષામાં બેસવા બદલ ૧૯ લોકોની ધરપકડ
NEET પરીક્ષાને લઇ ચાલી રહેલા હોબાળાને લઇને બિહારમાંથી પોલીસે ૧૯ લોકોની ધરપકડ કરી : જેમાંથી એકે કબુલાત પણ કરી દીધી

પટના, તા. ૧૪ : NEET પરીક્ષા કેસના એક આરોપીએ કબૂલાત કરી છે કે પરીક્ષા દરમિયાન તમામ પ્ર‘ો બરાબર પૂછવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમની સાથે ૨૦ થી ૨૫ અન્ય ઉમેદવારો પણ હાજર હતા. દરેકને જવાબો સાથે પ્ર‘ો આપવામાં આવ્યા હતા. જે તેમને કંઠસ્થ કરવામાં આવ્યા હતા.
લીક કેસમાં બિહારમાંથી લગભગ ૧૯ લોકોની ધરપકડ કરી છે. જેમાંથી ૧૪ લોકોની પટના, લગભગ ૪ લોકોની પૂર્ણિયા અને એક ગોપાલગંજથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ અન્ય ઉમેદવારોની જગ્યાએ પરીક્ષા આપી રહ્યા હતા. આ કેસના આરોપી આયુષે કબૂલાત કરી છે કે તેની સામે મૂકાયેલા તમામ પ્ર‘ો એકસરખા હતા.
તમને જણાવી દઈએ કે બિહાર પોલીસે ફચ્ચ્વ્ પેપર લીક કેસમાં બિહારમાંથી લગભગ ૧૯ લોકોની ધરપકડ કરી છે. જેમાંથી ૧૪ લોકોની પટના, લગભગ ૪ લોકોની પૂર્ણિયા અને એક ગોપાલગંજથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ અન્ય ઉમેદવારોની જગ્યાએ પરીક્ષા આપી રહ્યા હતા. આ કેસના આરોપી આયુષે કબૂલાત કરી છે કે તેની સામે મૂકાયેલા તમામ પ્ર‘ો એકસરખા હતા.
તમને જણાવી દઈએ કે પોલીસને બળેલા કાગળો મળી આવ્યા હતા. આ મામલામાં પોલીસનું કહેવું છે કે હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે બળેલા કાગળો મળ્યા છે. તેઓ લીકર હતા કે નહીં? કારણ કે ફવ્ખ્એ હજુ સુધી આ મામલે કોઈ જવાબ આપ્યો નથી.
NEET પેપર લીક કેસમાં એ વાત સામે આવી છે કે જે પેપર લીક થયું હતું તે બિહારમાં આવ્યું હતું. તે મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી આવ્યો હતો. આ કેસમાં પોલીસે જ્યારે સિકંદર નામના યુવકની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તમામ પ્ર‘ો એક સરખા છે. આ જ યુવકે અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો રસ્તો પણ જણાવ્યો હતો.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
