<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

બહુવિધ સિમ માટે કોઇ ચાર્જ નથીઃ તમારે એક ફોનમાં ૨ સિમ કાર્ડ વાપરવા માટે ચૂકવણી કરવી પડશે નહી, ટ્રાઇએ અફવાઓને ફગાવી દીધી!

અફવાના કારણે લોકોમાં ભારે અસમંજસ અને ચિંતાનો માહોલ છે.

નવીદિલ્‍હી, તા. ૧૪ : તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક અફવા ઝડપથી ફેલાઈ રહી છે કે ટ્રાઈ (ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા) ટૂંક સમયમાં જ એકથી વધુ સિમ રાખવા માટે લોકો પાસેથી ચાર્જ લેવાનું શરૂ કરી શકે છે! આ અફવાના કારણે લોકોમાં ભારે અસમંજસ અને ચિંતાનો માહ પરંતુ, અમે તમને જણાવી દઈએ કે આ અફવા સંપૂણપણે પાયાવિહોણી છે. ટ્રાઈએ સ્‍પષ્ટપણે જણાવ્‍યું છે કે તેઓ એકથી વધુ સિમ રાખવા પર કોઈ ચાર્જ લગાવવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી.

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક અફવા ઝડપથી ફેલાઈ રહી છે કે ટ્રાઈ (ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા) ટૂંક સમયમાં જ એકથી વધુ સિમ રાખવા માટે લોકો પાસેથી ચાર્જ લેવાનું શરૂ કરી શકે છે! આ અફવાના કારણે લોકોમાં ભારે અસમંજસ અને ચિંતાનો માહોલ છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે આ અફવા સંપૂર્ણપણે પાયાવિહોણી છે. ટ્રાઈએ સ્‍પષ્ટપણે જણાવ્‍યું છે કે તેઓ એકથી વધુ સિમ રાખવા પર કોઈ ચાર્જ લગાવવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી.

આ અફવાઓ ફેલાવનારા લોકો માત્ર લોકોને પ્રેમાર્ગે દોરવા માગે છે. આવા દાવાઓ પર વિશ્વાસ ન કોઈપણ પ્રકારની માહિતી માટે માત્ર ટ્રાઈની વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર આધાર રાખો.

આપણે બધા જાણીએ છીએ કે આજકાલ એકથી વધુ સિમ રાખવાનું સામાન્‍ય બની ગયું છે, પછી તે કામ માટે હોય, પરિવાર માટે હોય કે અન્‍ય કોઈ જરૂરિયાત માટે. વ્‍ય્‍ખ્‍ત્‍ તેની નીતિઓ દ્વારા જનતાના હિતની ખાતરી કરે છે અને તેમના માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરે છે.

(4:53 PM IST)