<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

મોટા ષડયંત્રનો પર્દાફાશ! : કઠુઆમાં માર્યા ગયેલા આતંકવાદીએ પાક આર્મીના હથિયારો અને સેટેલાઇટ ઉપકરણોનો કર્યો ઉપયોગ

જૈશ કમાન્ડર પાસે નાઇટ સ્કોપ અને ફ્રીક્વન્સી સેટેલાઇટ કમ્યુનિકેશન ડિવાઇસવાળી M4 રાઇફલ હતી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આ દિવસોમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ પાછળ પાકિસ્તાનનો હાથ છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે પાકિસ્તાન ફરી એકવાર સરહદ પાર કરવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાન આ માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.

  સૂત્રોનું માનીએ તો આ આતંકી હુમલામાં પાકિસ્તાન આર્મી પણ સામેલ છે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના એક ગામમાં આ અઠવાડિયે એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા બે આતંકવાદીઓમાં એક ટોચનો જૈશ-એ-મોહમ્મદ કમાન્ડરનો સમાવેશ થાય છે

   સૂત્રોના જણાવ્યા અનુસાર, એવી શંકા છે કે માર્યા ગયેલા બે આતંકવાદીઓ પાછળ પાકિસ્તાની સેનાનો હાથ હતો, જેમની ઓળખ જૈશ કમાન્ડર રિહાન અને તેના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) તરીકે કરવામાં આવી છે.

   રિપોર્ટ અનુસાર "જૈશ કમાન્ડર પાસે નાઇટ સ્કોપ અને ફ્રીક્વન્સી સેટેલાઇટ કમ્યુનિકેશન ડિવાઇસવાળી M4 રાઇફલ હતી. તે પાકિસ્તાન આર્મી, નેવી અને એરફોર્સ માટે ખરીદેલા માઇક્રો સેટેલાઇટ કમ્યુનિકેશન ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યો હતો." આ આતંકીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, દવાઓ અને પેઈનકિલર ઈન્જેક્શન પણ મળી આવ્યા હતા.

   આ અઠવાડિયે, જમ્મુ અને કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર આતંકવાદી હુમલા થયા, જેમાં એક CRPF જવાન અને બે આતંકવાદીઓ સહિત 11 લોકો માર્યા ગયા. ન્યૂઝ 18 એ તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે 9 જૂને રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ-મુજાહિદ્દીનના ટોચના નેતૃત્વએ પાકિસ્તાનના રાવલકોટમાં એક બેઠક યોજી હતી.

 આ દરમિયાન રાજૌરી અને ડોડાના અલગ-અલગ વિસ્તારોમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા સંભવિત હુમલાના પ્રયાસો વિશે ગુપ્ત માહિતી પ્રાપ્ત થયા બાદ સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, ખાસ કરીને પૂંચ અને રાજૌરી જિલ્લામાં, જેમાં છેલ્લા બે વર્ષમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે.

(8:43 PM IST)