News of Saturday, 15th June 2024
કાશ્મીરી પંડિતો માતૃભૂમિ તમારી રાહ જુએ છે, પરત આવી જાઓ :હુરિયત નેતા મીરવાઇઝ ફારૂકે કરી ભાવુક અપીલ
જામિયા મસ્જિદમાં જૂમેની નમાઝ માટે એકત્રિત લોકોને સંબોધિત કરતાં ફારુકે કહ્યું કે કાશ્મીરી પંડિત સમુદાયે પોતાની માતૃભૂમિ પર પરત ફરવું જોઈએ.

કાશ્મીરી પંડિતોને હુર્રિયત કોન્ફરન્સના વડા મીરવાઈઝ ઉમર ફારુકે એક ભાવુક અપીલ કરી છે.શુક્રવારે મીરવાઈઝે કાશ્મીરી પંડિતોને મેલા ખીર ભવાની પ્રસંગે અભિનંદન પાઠવ્યા છે અને તેમને પોતાની માતૃભૂમિ પર પરત ફરવા માટે અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આતંકવાદ ભડકી ઉઠ્યો ત્યારબાદ વર્ષ 1990માં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો તેમના ઘર-રહેઠાણ છોડીને ભાગી છૂટવું પડ્યું હતું.
જામિયા મસ્જિદમાં જૂમેની નમાઝ માટે એકત્રિત લોકોને સંબોધિત કરતાં ફારુકે કહ્યું કે કાશ્મીરી પંડિત સમુદાયે પોતાની માતૃભૂમિ પર પરત ફરવું જોઈએ. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતોની માતૃભૂમિ તેમની રાહ જોઈ રહી છે. મીરવાઈઝે આ દરમિયાન કાશ્મીરી પંડિતોને મેલા ખીર ભવાનીની શુભેચ્છા પાઠવી
. અત્રે ઉલ્લેખનીય છે કે મેલા ખીર ભવાની રંગ્યા દેવીને સમર્પિત ખીર ભવાની મંદિરમાં એક વાર્ષિક કાર્યક્રમ છે.
હુર્રિયત કોન્ફરન્સના વડા મીરવાઈઝ ઉમર ફારુકે કહ્યું કે કાશ્મીરી પંડિતોએ અહીં કાશ્મીરમાં પરત આવીને એવી જ રીતે રહેવું જોઈએ કે જે રીતે તેઓ ભૂતકાળમાં વિરાસતમાં રહેતા હતા. હવે સમય આવી ગયો છે કે આપણે સૌ સાથે સ્નેહથી રહીએ અને તૂટી ગયેલા સંબંધોને ફરીથી જોડી દઈએ.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
