News of Saturday, 15th June 2024
ચીનની પ્રવાસીઓ સાથે શરમજનક હરકત : ટોઇલેટ ટાઈમર રજૂ કર્યા :
યુંગાંગ બૌદ્ધ ગ્રોટોઝ ખાતે મુલાકાતીઓ માટે ના દરેક ટોઇલેટ પર ટાઈમર સ્ક્રીન લગાવી દીધા

ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં સ્થિત, યુંગાંગ બૌદ્ધ ગ્રોટોઝની દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે જેમાં 252 ગુફાઓમાં સુંદર રીતે કોતરેલી 51,000 બુદ્ધ પ્રતિમાઓ છે. પ્રાચીન યુંગાંગ બૌદ્ધ ગ્રોટોઝ તેમની જટિલ કોતરણી અને સમૃદ્ધ ઇતિહાસથી આશ્ચર્યચકિત કરે છે.
પરંતુ તમારી જાતને શૌચાલયમાં ટાઈમર સાથે જોવા એ શરમજનક પરિસ્થિતિ છે. આ અણધાર્યું દૃશ્ય જો કે એક વાસ્તવિકતા બની ગયું છે કારણ કે ચીને 1,500 વર્ષ જૂના ઐતિહાસિક સ્થળ પર ટોઇલેટ ના ઉપયોગને વધુ અસરકારક રીતે સંચાલિત કરવા માટે ટોઇલેટ ની બહાર ટાઈમર રજૂ કર્યા હતા.
આ પગલાં થી ઘણા મુલાકાતીઓને નારાજ છે. 'ડિજિટલ' ટોઇલેટ LED સ્ક્રીન પર 'ખાલી' શબ્દ પ્રદર્શિત કરે છે જ્યારે તે ખાલી હોય અને જ્યારે ઉપયોગમાં હોય, ત્યારે તે વ્યક્તિ વૉશરૂમમાં કેટલી મિનિટ અને સેકન્ડ સુધી ટોઇલેટ નો વપરાશ કરે છે, તે દર્શાવે છે
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
