તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 16th June 2024
ડીપફેક વીડિયો બનાવનારાઓની ખૈર નહીં :મોદી સરકાર લાવશે ડિજિટલ ઈન્ડિયા બિલ; યુટ્યુબને પણ નિયંત્રિત કરાશે
સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરતા પહેલા તમામ પક્ષો સાથે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરશે.

નવી દિલ્હી :2024ની લોકસભા ચૂંટણી જીતીને સત્તામાં આવેલી મોદી સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વડે બનાવવામાં આવેલા ડીપ ફેક વીડિયો અને ફોટા પર નજર રાખવા માટે આગામી લોકસભા સત્રમાં ડિજિટલ ઈન્ડિયા બિલ લાવવાની તૈયારી કરી રહી છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સરકાર દ્વારા લાવવામાં આવેલા આ બિલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વધુ સારી રીતે ઉપયોગ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ બિલનું નામ ડિજિટલ ઈન્ડિયા હશે. સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરતા પહેલા તમામ પક્ષો સાથે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરશે.
ડીપફેક્સ ઉપરાંત, આગામી લોકસભા સત્રમાં, યુટ્યુબ, ફેસબુક અને અન્ય વિડિયો પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે કાયદો પણ લાવવામાં આવી શકે છે. લોકસભાનું આગામી સત્ર જે 18મી લોકસભાનું પ્રથમ સત્ર હશે. તે 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે, ત્યારબાદ 22 જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થશે જે 9 ઓગસ્ટ સુધી ચાલશે.
આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ આ બિલ અંગે સંકેત આપ્યા હતા. ત્યારે ચંદ્રશેખરે કહ્યું હતું કે અમે આ અંગે વિચારી રહ્યા છીએ અને તેને નવી સરકાર લાગુ કરશે. કારણ કે મને નથી લાગતું કે અમે ચૂંટણી પહેલા આ બિલ માટે તૈયાર થઈશું. આ બિલને ગૃહમાં રજૂ કરતા પહેલા આપણે ઘણી બાબતોને જોવી પડશે, ઘણા મુદ્દાઓ પર સલાહ લેવી પડશે, તો જ અમે તેને ગૃહમાં લાવવા માટે તૈયાર થઈશું
ડીપફેક એક એવી ટેક્નોલોજી છે જે છેલ્લા કેટલાક સમયથી લોકોના મનમાં સતત શંકા પેદા કરી રહી છે. ગૂંચવણભરી સામગ્રી બનાવતી અને લોકોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરતી આ ટેક્નોલોજી હંમેશા સરકાર માટે ચિંતાનો વિષય રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે પણ ડીપફેક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંધાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, જેના પછી બધાએ તેના વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આ વર્ષે એપ્રિલમાં મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ અને અન્ય 16 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, કારણ કે આ હેન્ડલ પરથી ગૃહ પ્રધાન અમિતભાઈ શાહનો એક ડીપ ફેક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ SCની અનામત ઘટાડવાની વાત કરી રહ્યા હતા, એસટી અને ઓબીસીની જાહેરાત કરતા હતા.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
