<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

આજે રવિવાર અને આવતીકાલે બકરીઇદના કારણે એમ બે દિવસ શેર બજાર બંધ રહેતા શેર લે-વેચ પર અસર

છેલ્‍લે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 181.87 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 76,992.77 પોઈન્ટની નવી ટોચે બંધ થયો હતો

નવી દિલ્હી: ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે (14 જૂન) શેરબજારનું રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ બંધ થયા છે. નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બંધ રહ્યો હતો. બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 181.87 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 76,992.77 પોઈન્ટની નવી ટોચે બંધ થયો છે. NSE ઈન્ડેક્સ નિફ્ટી 66.70 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 23,465.60 પોઈન્ટના રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. હવે શેરબજાર સતત ત્રણ દિવસ બંધ રહેવાનું છે. 3 દિવસની રજા બાદ 18 જૂને બજાર ખુલશે.

તે 15 જૂન (શનિવાર), 16 જૂન (રવિવાર) અને 17 જૂન (સોમવાર)ના રોજ સતત ત્રણ દિવસ બંધ રહેશે. 17 જૂને બકરીદના કારણે શેરબજાર બંધ રહેશે. બકરીદના દિવસે ટ્રેડિંગ હોલિડે પર ઇક્વિટી સેક્ટર, ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જો કે, કોમોડિટી માર્કેટમાં કામકાજ 17 જૂનના સાંજે 5 થી 11:00 વાગ્યાના સત્રમાં કરવામાં આવશે.

નિફ્ટી પર સૌથી વધુ નફો કરનારાઓમાં આઇશર મોટર્સ, એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ અને ટાઇટન કંપનીનો સમાવેશ થાય છે, જ્યારે ખોટમાં TCS, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો અને નેસ્લેનો સમાવેશ થાય છે.

BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 434 લાખ કરોડને પાર: શેરબજારમાં ત્રણ સત્રોથી ચાલી રહેલા તેજીના વલણ વચ્ચે શુક્રવારે (14 જૂન) BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 4,34,88,147.51 કરોડની નવી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યું હતું. ત્રણ દિવસના તેજીના સમયગાળા દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં કુલ રૂ. 7.93 લાખ કરોડનો વધારો નોંધાયો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)

(12:28 PM IST)