News of Sunday, 16th June 2024
સોશ્યલ મીડીયામાં ખોટી માહિતી ફેલાવનારની હવે ખેર નથીઃ આગામી સંસદ સત્રમાં ડિજીટલ ઇન્ડિયા બિલની કવાયત
ડીપફેક વિડિયો અને અનય ઓનલાઇન માધ્યમો પરના વિડિયોને નિયંત્રિત કરવાની યોજના

નવી દિલ્હીઃ મોદી સરકારની આગામી સંસદ સત્રમાં Digital India Bill બિલ રજૂ કરવાની યોજના છે. આ બિલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની રીતો પણ શોધવામાં આવશેમોદી સરકાર AI દ્વારા જનરેટેડ ડીપફેક વીડિયો અને અન્ય ઓનલાઈન કન્ટેન્ટના જોખમોને ધ્યાનમાં રાખીને આગામી સંસદ સત્રમાં એક બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આ બિલ ડિજિટલ ઈન્ડિયા બિલ (Digital India Bill) ના નામથી રજૂ કરવામાં આવશે. આમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની રીતો પણ શોધવામાં આવશે. આ ઉપરાંત સરકાર આ બિલને સંસદમાં રજૂ કરતા પહેલા તમામ પક્ષોની સહમતિ મેળવવાનો પણ પ્રયાસ કરશે.યુટ્યુબ સહિત વિવિધ ઓનલાઈન માધ્યમો પરના વિડીયોને નિયંત્રિત કરવા માટે આગામી સંસદ સત્રમાં પણ આ બિલ રજૂ કરવામાં આવશે. ડીપફેક એક એવી ટેક્નોલોજી છે જેણે ગેરમાર્ગે દોરતી સામગ્રી અંગે ઘણી ચિંતાઓ ઊભી કરી છે. આમાં ખોટી માહિતી ફેલાવવી, સાર્વજનિક વ્યક્તિઓના નકલી વીડિયો બનાવવો અને વ્યક્તિગત ગોપનીયતાનું ઉલ્લંઘન સામેલ છે. નોંધનિય છે કે, વર્ષે એપ્રિલમાં મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ અને અન્ય 16 લોકો વિરુદ્ધ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ડીપ ફેક વીડિયો શેર કરવા બદલ કેસ નોંધ્યો હતો.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
