News of Sunday, 16th June 2024
લોકસભા અધ્યક્ષને લઇને ચંદ્રબાબૂએ વધાર્યું ભાજપનું ટેન્શન !,
ટીડીપી નેતાએ કહ્યું કે એનડીએ સાથી પક્ષો એક સાથે મળશે અને ઉમેદવારના નામ પર સર્વસંમતિ સધાય ત્યારે જ તમામ સહયોગી પક્ષો ઉમેદવારને સમર્થન આપશે.

નવી દિલ્હી : NDAમાં લોકસભા સ્પીકર પદને લઈને ખેંચતાણ ચાલુ છે. મંત્રીઓને વિભાગોની વહેંચણી બાદ હવે લોકસભાના સ્પીકર કોને બનાવવા તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. જો BJP નેતાઓનું માનીએ તો પાર્ટી અધ્યક્ષ પદ પોતાની પાસે રાખવા માંગે છે અને NDAના કોઈપણ સહયોગીને આપવા માંગતી નથી. હવે TDPની એક શરત પાર્ટીનો તણાવ વધારી શકે છે. જો બીજેપી નેતાઓનું માનીએ તો પાર્ટી અધ્યક્ષ પદ પોતાની પાસે રાખવા માંગે છે અને એનડીએના કોઈપણ સહયોગીને આપવા માંગતી નથી.
સરકાર બન્યા બાદ સંસદનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ આઠ દિવસીય સત્રના ત્રીજા દિવસે 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ મામલે નીતીશ કુમારની પાર્ટી જેડીયુએ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે કે લોકસભામાં માત્ર ભાજપનો જ અધ્યક્ષ હોવો જોઈએ, પરંતુ ટીડીપીનું વલણ અલગ જ જણાય છે.
ચૂંટણી પહેલા જ વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને NDA સહયોગી પક્ષને સ્પીકર પદ આપવાની વાત કરી રહ્યો છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ ઘણી વખત કહ્યું છે કે આ વખતે માત્ર વિપક્ષને જ સ્પીકર પદ આપવામાં આવે. જો કે, જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે તેમની પાર્ટી ભાજપના ઉમેદવારને સમર્થન આપશે.
આ દરમિયાન, ટીડીપીના પ્રવક્તા પટ્ટાભી રામ કોમરેડ્ડીએ કહ્યું કે જ્યારે સર્વસંમતિ સધાય ત્યારે જ સ્પીકરની પસંદગી કરવામાં આવશે. ટીડીપી નેતાએ કહ્યું કે એનડીએ સાથી પક્ષો એક સાથે મળશે અને જ્યારે ઉમેદવારના નામ પર સર્વસંમતિ સધાય ત્યારે જ તમામ સહયોગી પક્ષો ઉમેદવારને સમર્થન આપશે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
