<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના :મીટશોપ પર બકરી પર 'રામ' લખેલું જોઈને લોકોમાં ભારે રોષ :અટકાયત

આ બકરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ: બકરીને બકરીઈદ પહેલા કુરબાની માટે વેચવામાં આવનાર હોવાનો દાવો : પોલીસે કેસ નોંધ્યો

મુંબઈ : બકરી ઈદ પહેલા મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક માંસની દુકાન પર બકરી પર રામ લખેલું જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. થોડી જ વારમાં આ બકરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. હિન્દુ સંગઠનોના વિરોધ બાદ પોલીસે મામલો સંભાળી લીધો હતો. ફરિયાદ મળતાં પોલીસે સંબંધિત માંસની દુકાન સામે કેસ નોંધ્યો છે

   રિપોર્ટ્સ અનુસાર આ મીટ શોપ નવી મુંબઈમાં છે. સોશિયલ મીડિયા પર બકરીની તસવીર વાયરલ થયા બાદ મુંબઈ પોલીસે માંસની દુકાનના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોસ્ટમાં જોઈ શકાય છે કે બકરીની પીઠ પર ભગવાન શ્રી રામનું નામ લખેલું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બકરીને બકરીદ પહેલા બલિદાન માટે વેચવામાં આવનાર હતી. 

   શનિવારે આ મામલાની માહિતી આપતાં પોલીસે એક પોસ્ટમાં જણાવ્યું કે CBD બેલાપુર પોલીસ સ્ટેશન ક્રાઈમ રજિસ્ટર નંબર 123/2024 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નવી મુંબઈના સીબીડી સેક્ટર વનમાં ગુડ લક મટન શોપમાં રામનું નામ લખેલું બકરી વેચાણ માટે મૂકવામાં આવી હતી. IPCની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે દુકાન માલિકને કસ્ટડીમાં લીધો છે.

 

(10:52 PM IST)