ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
જોરદાર ટક્કર અને એન્જીન કોચમાં ઘુસી ગયું, ટ્રેનની બોગી 90 ડિગ્રી સુધી સીધી થઇ ગઈ
પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન પાસે એક માલગાડી અને સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ વચ્ચે અથડામણ

પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન પાસે એક માલગાડી અને સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ વચ્ચે અથડામણ થઇ
આ અકસ્માત ઉત્તર બંગાળના ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી લગભગ સાત કિલોમીટર દૂર થયો હતો. હાલ ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, 'આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે અને લગભગ 60 લોકો ઘાયલ થયા છે
. પ્રાપ્ત માહિતી અનુસાર, પાછળથી આવતી માલગાડીના એન્જિન સાથે અથડાવાને કારણે કંચનજંગા એક્સપ્રેસના છેલ્લા ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા
નોર્થ ફ્રન્ટિયર રેલવેના કટિહાર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ)એ જણાવ્યું કે 13174 કંચનજંગા એક્સપ્રેસ અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ અકસ્માત પર નજર રાખી રહ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક, ડૉક્ટર્સ, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમની હાજરીમાં રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમજ ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે
. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સોમવારે પશ્ચિમ બંગાળ માટે રાહત કાર્યોની સમીક્ષા કરવા માટે રવાના થયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
