<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

અમરનાથ યાત્રા હેલીકોપ્‍ટરથી કરવા માટે ઓનલાઇન

બુકીંગ કરાવવું પડશેઃ દર્શનની પ્રાથમિકતા પણ નહીં અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડ દ્વારા નિર્ણય

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ૧૭: આ વખતે હેલીકોપ્‍ટરથી અમરનાથ યાત્રા કરવા માંગતા ભાવિકોને ફરજીયાત ઓનલાઇન બુકીંગ જ કરાવવું પડશે. શ્રાઇન બોર્ડ દ્વારા તમામ ટીકીટો ઓનલાઇન જ વેંચવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. ઉપરાંત હેલીકોપ્‍ટરથી યાત્રા કરનારને દર્શનની પ્રાથમિકતા પણ નહીં આપવામાં આવે.

અધિકારીઓ મુજબ પહેલગામથી વન-વેનું ભાડું ૪૯૦૦ અને રિટર્નનું ૯૮૦૦ રૂપિયા નકકી કરાયા છે. જયારે નીલગ્રંથથી એક તરફ માટે ૩રપ૦ અને પરત આવવા માટે ૬પ૦૦ રૂપિયા ચૂકવવા પડશે. હેલીકોપ્‍ટરની ઓનલાઇન સુવિધા ગઇકાલથી શરૂ થઇ છે. જયારે અમરનાથ યાત્રાનો શુભારંભ ર૯મીથી થનાર છે. જે પર દિવસ બાદ ૧૯ ઓગસ્‍ટે પૂર્ણ થશે.

(3:49 PM IST)