News of Tuesday, 18th June 2024
કેન્સરના દર્દીનું ૪૦ કીમી દુરથી ડોકટરે કર્યું ઓપરેશનઃ વર્ચ્યુઅલી થઇ સમગ્ર પ્રક્રિયા

નવી દિલ્હી,તા. ૧૮: દિલ્હીના રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટીટ્યુટ એન્ડ રિસર્ચ સેન્ટર અને ગુરૂગ્રામના ડોકટરોની ટીમ ટેલીસર્જરી ટેકનીક દ્વારા ૪૦ કિલોમીટર દૂર દાખલ કેન્સરના દર્દીનું સફળ ઓપરેશન કર્યું હતું. ઓપરેશન ૧ કલાક ૪૫ મિનિટ ચાલ્યુ હતું.આ ઓપરેશનમાં કાપો મુકવાથી માંડી ટયુમર કાઢવા અને ટાંકા લેવા સુધીની પ્રક્રિયા વર્ચ્યુઅલી કરવામાં આવી હતી. આ ઓપરેશન ડો.સુધીર રાવલ અને તેમની ટીમ દ્વારા સફળતાથી કરવામાં આવ્યુ હતું. ઓપરેશન દરમિયાન ઇન્ટરનેટ અથવા ટેકનીકલ કોઇ મુશ્કેલી ન આવે તેનું ખાસ ધ્યાન રખાયુ હતું. સમગ્ર ઓપરેશન સર્જીકલ રોબોટીક સીસ્ટમથી થયું હતું.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
