News of Tuesday, 18th June 2024
અમેરિકા અને યુરોપમાં ભારતીય બ્રાંડસ પર વધ્યો વિશ્વાસ
યુરોપીયન દેશો મશીન અને ઉપકરણ બાબતે ભારતને આપે છે પ્રાથમિકતાઃ ચીનને પાછળ રાખીને બ્રિટન બન્યું ભારતનું ચોથું સૌથી મોટું બજાર

નવી દિલ્હી તા. ૧૮: ભારતીય વસ્તુઓ વૈશ્વિક સ્તરે બ્રાંડસ તરીકે સ્થાપિત થઇ રહી છે. અમેરિકા સહિતના વિકસીત દેશોમાં ભારતીયડ વસ્તુઓની માંગ ઝડપથી વધી રહી છે. ભારતની કુલ નિકાસમાં અમેરિકાની હિસ્સેદારી છેલ્લા ૧૦ વર્ષોમાં ૧૯ ટકાથી વધીને ર૩ ટકા જયારે યુરોપની હિસ્સેદારી ૧૮ ટકાથી વધીને ર૩ ટકા થઇ ગઇ છે. આ તેજી દર્શાવે છે કે ભારતીય વસ્તુઓ ઉમદા શ્રેણીમાં સામેલ થઇ રહી છે. જો કે છેલ્લા ૧૦ વર્ષોમાં ભારતીય નિકાસમાં એશીયન દેશોની હિસ્સેદારી ઘટી છે પણ ભારતના ટોપ ૧૦ નિકાસ બજારોમાં મે ર૦ર૪માં નિકાસ વધી છે.અમેરિકાની સાથે નેધલેંડ, બ્રિટન, ઇટલી, ફ્રાંસ, યુએઇ જેવા વિકસીત દેશો પણ ભારતીય વસ્તુઓના ાહક બનતા જાય છે. સ્માર્ટફોનથી માંડીને ઇલેકટ્રીક મશીનરી અને ઉપકરણો જેવી કેટલીયે વસ્તુઓની નિકાસમાં યુરોપના દેશો ભારતના વસ્તુઓને પ્રાથમિકતા આપવા લાગ્યા છે. આ જ કારણ છે કે મે ર૦ર૪માં બ્રિટન ચીનને પાછળ રાખીને ભારતનું ચોથું મોટું નિકાસ બજાર બની ગયું હતું.ફ વાણીજય વિભાગના આંકડાઓ અનુસાર, મે માં ભારતથી બ્રિટનને નિકાસ લગભગ એક તૃત્યાંશ વધીને ૧.૩૭ અબજ ડોલર થઇ ગઇ, જયારે ચીનની નિકાસ ૧.૩૩ અબજ ડોલર જ હતી. બ્રિટનને મશીનરી, ખાદ્ય ઉત્પાદનો, દવા, કપડા, આભુષણો, લોખંડ અને સ્ટીલની વધારે નિકાસ કરાઇ હતી.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
