<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

એલોન મસ્‍ક બન્‍યા વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિ : નેટવર્થમાં ૫,૬૩,૦૦,૪૬,૬૯,૦૦૦નો વધારો

બ્‍લૂમબર્ગ બિલિયોનેર્સનો અહેવાલ : જેફ બેજોસ બીજા સ્‍થાને સરકી ગયા

નવી દિલ્‍હી તા. ૧૮ : ટેસ્‍લાએ એલોન મસ્‍કના નેતૃત્‍વ હેઠળ છેલ્લા ૬ વર્ષથી પ્રગતિ કરી, જેના માટે કંપનીના શેરધારકો દ્વારા મસ્‍કના ૪૪ બિલિયન ડોલરના પગાર પેકેજને મંજૂરી આપવામાં આવી. આ જ કારણ છે કે ટેસ્‍લાના શેરમાં વધારો જોવા મળ્‍યો હતો. જેના કારણે ચ્‍સ્‍ કંપનીના ઘ્‍ચ્‍બ્‍ ફરી એકવાર અબજોપતિઓની યાદીમાં ટોપ પર પહોંચી ગયા છે. તેમની નેટવર્થમાં રૂ. ૫૬ હજાર કરોડથી વધુનો વધારો જોવા મળ્‍યો હતો. મસ્‍ક પ્રથમ સ્‍થાને આવ્‍યા બાદ જેફ બેઝોસ ફરી એકવાર બીજા સ્‍થાને સરકી ગયા છે. બંને વચ્‍ચે સંપત્તિનો તફાવત હવે ૨૫ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

બ્‍લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્‍ડેક્‍સ અનુસાર ટેસ્‍લાના સીઈઓ ઈલોન મસ્‍કની સંપત્તિમાં ૬.૭૪ બિલિયન ડોલરનો વધારો થયો છે. જો ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો મસ્‍કની કુલ નેટવર્થ ૫૬ હજાર કરોડ રૂપિયાથી વધુ વધી છે. આ વધારા બાદ હવે ઈલોન મસ્‍ક વિશ્વના સૌથી અમીર અબજોપતિ બની ગયા છે. આ પહેલા ઈલોન મસ્‍ક પ્રથમ સ્‍થાને પહોંચી ગયા હતા. પરંતુ શુક્રવારે મસ્‍કની નેટવર્થમાં ઘટાડો અને જેફ બેઝોસની સંપત્તિમાં વધારાને કારણે મસ્‍ક બીજા સ્‍થાને આવી ગયા. તે સમયે બંનેની નેટવર્થમાં બહુ ફરક નહોતો. હવે બંનેની નેટવર્થમાં ૩ અબજ ડોલર એટલે કે ૨૫ હજાર કરોડ રૂપિયાથી વધુનો તફાવત છે.

બ્‍લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્‍ડેક્‍સના ડેટા અનુસાર, ઈલોન મસ્‍કની સંપત્તિમાં વધારો થયા બાદ તેમની કુલ સંપત્તિ ૨૧૦ અબજ ડોલર થઈ ગઈ છે. બીજી તરફ, જેફ બેઝોસની કુલ સંપત્તિ ૨૦૭ બિલિયન ડોલર થઈ ગઈ છે. જયાં ચાલુ વર્ષમાં એલોન મસ્‍કની સંપત્તિમાં ૧૮.૯ અબજ ડોલરનો ઘટાડો થયો છે. બીજી તરફ, જેફ બેઝોસની સંપત્તિમાં ૨૯.૭ બિલિયન ડોલરનો વધારો જોવા મળ્‍યો છે. જોકે, સોમવારે, જેફ બેઝોસની નેટવર્થમાં ઼૩૨૫ મિલિયનનો થોડો વધારો જોવા મળ્‍યો હતો.

એલોન મસ્‍કની નેટવર્થમાં વધારો થવાનું કારણ ટેસ્‍લાના શેરમાં વધારો છે. ટેસ્‍લાના શેરમાં ૫.૩૦ ટકાનો વધારો જોવા મળ્‍યો અને શેરની કિંમત ૧૮૭.૪૪ ડોલર થઈ ગઈ. ટ્રેડિંગ સેશન દરમિયાન ટેસ્‍લાના શેર પણ ૧૮૮.૮૧ ડોલર સુધી પહોંચ્‍યા હતા. જો કે, ટેસ્‍લાના શેર હજુ પણ તેમની ૫૨-અઠવાડિયાની ઊંચી સપાટીથી લગભગ ૧૧૨ ડોલર પાછળ છે. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, ટેસ્‍લાના શેરમાં વૃદ્ધિનું મુખ્‍ય કારણ એલોન મસ્‍કના ૪૪ બિલિયન ડોલરના પગાર પેકેજની મંજૂરી છે.

બીજી તરફ, જો આપણે વિશ્વના અન્‍ય અબજોપતિઓની વાત કરીએ તો, ફ્રેન્‍ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્‍ટની સંપત્તિમાં ૨ અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્‍યો છે અને તેમની કુલ સંપત્તિ ૨૦૦ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં ૮૨૮ મિલિયન ડોલરનો વધારો થયો છે અને કુલ નેટવર્થ ઼૧૮૦ બિલિયન સુધી પહોંચી ગઈ છે. લેરી પેજની સંપત્તિમાં ૩૬૦ મિલિયન ડોલરનો વધારો જોવા મળ્‍યો છે. અને કુલ સંપત્તિ ૧૫૮ બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. માઈક્રોસોફટના સહ-સ્‍થાપક બિલ ગેટ્‍સની નેટવર્થ ૧.૫૪ બિલિયન ડોલર વધી છે અને તેમની કુલ સંપત્તિ ૧૫૭ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.

(3:43 PM IST)