તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 18th June 2024
પત્નીના મૃત્યુના આઘાતમાં આસામના ગૃહ સચિવ સિલાદિત્ય ચેટિયાએ ICUમાં કર્યો આપઘાત
ICUની અંદર પોતાની સર્વિસ પિસ્તોલથી પોતાને ગોળી મારી દીધી

આસામના ગૃહ સચિવ સિલાદિત્ય ચેટિયાએ તેમની પત્નીના મૃત્યુ બાદ હોસ્પિટલમાં આપઘાત કર્યો હતો. આસામના ગૃહ સચિવ સિલાદિત્ય ચેટિયાએ ગુવાહાટીની એક ખાનગી હોસ્પિટલમાં કથિત રીતે આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. લાંબી માંદગી બાદ મંગળવારે તેમની પત્નીનું અવસાન થયું હતું. તેમની પત્ની બ્રેઈન ટ્યુમરથી પીડિત હતી અને છેલ્લા કેટલાક મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 2009 બેચના IPS અધિકારી ચેટિયાએ કથિત રીતે ICUની અંદર પોતાની સર્વિસ પિસ્તોલથી પોતાને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રાજ્યના ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા પહેલા, સિલાદિત્ય ચેટિયાએ તિનસુકિયા અને સોનિતપુર જિલ્લાના એસપી અને આસામ પોલીસની 4થી બટાલિયનના કમાન્ડન્ટ તરીકે કામ કર્યું હતું.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
