<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

વાયનાડ જઇને ફસાઇ તો નહીં જાય ને પ્રિયંકા ગાંધી!

વાયનાડ તા. ૧૯: વાયનાડમાં થનાર પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરશે. ભાજપા આ સંપૂર્ણ ઘટના ક્રમ પર નજર રાખી રહી છે. ભાજપા પ્રવકતા શહજાદ પૂનાવાલાએ કહ્યું છે કે પ્રિયંકા ગાંધીને કેરળની વાયનાડ બેઠક પર સીપીઆઇના વિરોધનો સામનો કરવો પડશે. તેમણે જણાવ્‍યું છે કે ભાજપાએ પ્રિયંકાને ઘેરવાનો શું પ્‍લાન બનાવ્‍યો છે.ન્‍યુઝ ર૪માં રાજકીય ડીબેટ દરમ્‍યાન પૂનાવાલાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ ર૦૧૪માં વારાણસી અને વડોદરાથી ચુંટણી લડી હતી તો બન્‍ને જગ્‍યાના લોકોને ખબર હતી કે તેઓ એક બેઠક છોડશે. વડોદરાની જનતાને ધોખામાં નહોતી રખાઇ. જો કે વાયનાડની જનતાને ર૬ એપ્રિલ સુધી નહોતું જણાવાયું કે રાહુલ ગાંધી બે જગ્‍યાએથી ચુંટણી લડવાના છે. રાહુલ પહેલા અમેઠીને ભૂલીને વાયનાડ પહોંચ્‍યા અને હવે તે વાયનાડને ભૂલી ગયા છે.ભાજપા પ્રવકતાએ ઇશારામાં કહ્યું કે કોંગ્રેસ પરિવારમાં ફૂટ જોવા મળી શકે છે. પારિવારીક કંપની દ્વારા નિર્ણય લેવાયો છે કે ત્રીજા સભ્‍યને પણ સંસદ મોકલવા છે. જો કે આ તેમનો આંતરિક મામલો છે. પણ વાયનાડની જનતાને ધોખામાં નહોતી રાખવી જોઇતી. તેમણે કહ્યું કે ભાઇએ બહેનને જણાવી દીધું છે કે રાજકીય વારસો દિકરા પાસે જ રહેવાનો છે. ડાબેરીઓ સામે લડવા બહેનને કેરળ મોકલી દેવાઇ છે. હવે ભાઇ પોતાને ચેમ્‍પીયન તરીકે રજૂ કરી રહ્યા છે.

(3:31 PM IST)