તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 19th June 2024
ડર્લેક્સ ટોપ સરફેસની પબ્લિક ઇશ્યૂથી રૂ. ૪૦.૮૦ કરોડ એકત્રિત કરવાની યોજના : આજથી આઇપીઓ ખુલ્યો
કંપની શેરદીઠ રૂ. ૬૫-૬૮ના પ્રાઇઝ બેન્ડ પર રૂ. ૧૦ની ફેસ વેલ્યુના ૬૦ લાખ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જે એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે

મુંબઇ, તા.૧૯: સોલિડ સરફેસના વ્યવસાયમાં રહેલી અગ્રણી કંપની ડર્લેક્સ ટોપ સરફેસ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ.૪૦.૮૦ કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ તરફથી પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે ૧૯ જૂનથી ખૂલશે અને ૨૧ જૂને બંધ થશે. આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો કાર્યશીલ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. એક્સપર્ટ ગ્લોબલ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
રૂ.૪૦.૮૦ કરોડના આઈપીઓમાં રૂ.૨૮.૫૬ કરોડના ફ્રેશ ઇશ્યૂ (૪૨ લાખ ઇક્વિટી શેર્સ) તથા રૂ. ૧૨.૨૪ કરોડના (૧૮ લાખ શેર્સના) ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. ૬૫-૬૮નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. રૂ. ૨૮.૫૬ કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી કંપની રૂ.૧૭.૫૦ કરોડનો કાર્યશીલ મૂડી જરૂરિયાતોને આંશિક નાણાં પૂરા પાડવા માટે ઉપયોગ કરવા તથા રૂ. ૬ કરોડનો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ ૨,૦૦૦ શેર્સ છે જેના પગલે અરજી દીઠ રોકાણ રૂ. ૧.૩૦ લાખ-૧.૩૬ લાખનું થાય છે. આઈપીઓ માટે રિટલ ઇન્વેસ્ટર ક્વોટા ઓફરના લઘુતમ ૩૫ ટકા રાખવામાં આવ્યો છે જ્યારે કયુઆઈબી ઇન્વેસ્ટર માટેનો ક્વોટા નેટ ઓફરના મહત્તમ ૫૦ ટકા તેમજ એચએનઆઈ ક્વોટા ઓફરના લઘુતમ ૧૫ ટકા છે. ઇશ્યૂ પૂર્વે પ્રમોટર હોલ્ડિંગ ૯૫.૪૪ ટકા છે જે ઇશ્યૂ પછી ૬૦.૩૫ ટકા રહેશે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
