<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

કાશ્‍મીરની શાલ ‘‘કાની'' બેહદ કિમતી હોય છે

બનાવવામાં લાગે છે કટલાય વર્ષોઃ વડાપ્રધાન મોદીને પણ બહુ ગમે છે આ શાલ

નવી દિલ્‍હીઃ આ એક એવી રંગબેરંગી શાલ છે જેનો ઇતિહાસ મોગલોના જમાના જેટલો જૂનો છે અને જેને બનાવવામાં એક મહિનાથી માંડીને એક વર્ષથી પણ વધારે સમય લાગી જાય છે. એ કાશ્‍મીરની ખુબસુરત વાદીઓમાં તૈયાર કરવામાં આવે છે. જણાવી દઇએ કે પશ્‍મીના ઉનથી તૈયાર થતી આ શાલને બનાવવા માટે લાકડાની સળીઓનો ઉપયોગ થાય છે. જેને કાની કહે છે. મોગલ શાસન કાળમાં પણ તેને બહુ પસંદ કરાતી હતી. સેંકડો વર્ષોનો ઇતિહાસ ધરાવતી આ પ્રાચીન કળામાં ભારતીય કારીગરો આજ નવા રંગો ભરી રહયા છે.

૧૫ મી શતાબ્‍દીમાં પહેલીવાર ફારસી અને તુર્કી વણકારો આ કલાને કાશ્‍મીરમં લાવ્‍યા હતા. તેના વણાટ માટે કારીગરો માં ધીરજ હોવી બહુ જરૂરી છે. કારણ કે ઘણી વાર એક શાલ તૈયાર કરવામાં જ ૩-૪ વર્ષ લાગી જાય છે. આ દરમ્‍યાન તેમણે દિવસમાં ૬-૭ કલાક કામ કરવું પડે છે. અને એક શાલ બનાવવા દરમ્‍યાન એક-બે નહી પણ ત્રણચાર કારીગરોના હાથમાંથી પસાર થાય છે. એક દિવસમાં તે માંડ ૧-૨ સેન્‍ટીમીટર તૈયાર થાય છે. બાકીનો કારીગરને કેવી ડીઝાઇન તેને બનાવવા માટે અપાઇ છે તેના પર આધાર રહે છે.

કાની શાલ લાંબા અરસાથી ભારતના રાજા-મહારાજા ઓના પોશાકમાં સામેલ રહી છે. વડાપ્રધાન મોદીના ખભાપર પણ તમે ઘણીવાર શાલ જોઇ હશે. મોગલ બાદશાહો શીખ મહારાજાઓ અને બ્રિટિશ ઉચ્‍ચ વર્ગની શોભા વધારવામાં આ શાલની મોટી ભૂમિકા માનવામાં આવતી હતી.

(2:40 PM IST)