<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

રિયાસી હત્‍યા કાંડનો મુખ્‍ય આશ્રયદાતા પકડાયો માત્ર ૬૦૦૦ રૂપિયામાં ૧૦ જીંદગીનો કર્યો સોદોઃ ત્રણ આતંકવાદી ત્રણ વાર તેના ઘરે રોકાયા હતા

જમ્‍મુ તા. ર૦: એક મહત્‍વપુર્ણ ઘટનાક્રમમાં પોલીસે એક ઓવર ગ્રાઉન્‍ડ વર્કરને ઝડપી લીધો છે, જેને રિયાસી યાત્રી બસ હુમલા દરમ્‍યાન આતંકવાદીઓને સુવિધાઓ આપવાનો અને મદદ કરવાનો શકમંદ માનવામાં આવી રહ્યો છે.

પોલિસ અનુસાર, તે આતંકવાદીઓ માટે ગાઇડનું કામ કરતો હતો અને તેમને માત્ર ૬૦૦૦ રૂપિયામાં આશ્રય આપતો હતો. તેના કહેવા અનુસાર, રિયાસીમાં યાત્રી બસ પર હુમલો કરનારા ત્રણ પાકિસ્‍તાની આતંકવાદીઓ હતા. પોલીસનું કહેવું છે કે આતંકવાદીઓને ભોજન અને રહેવાની જગ્‍યા ઉપલબ્‍ધ કરાવવાની સાથે સાથે તેણે ગાઇડનું કામ પણ કર્યું હતું અને ઘટના સ્‍થળ સુધી પહોંચવામાં તેણે આતંકવાદીઓની મદદ કરી હતી.

ઓફિશ્‍યલ સુત્રોએ જણાવ્‍યું કે, ૯ જૂને શિવખોડી આવી રહેલી તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદી હુમલા કેસમાં એક મહત્‍વપુર્ણ સફળતા મળી છે. જેમાં આતંકવાદીઓના એક મદદગાર જેની ઓળખ હાકમદીન (૪૦), રહેવાસી બંધ રાહી, જીલ્લો રાજાૈરી તરીકે થઇ છે, તેની ધરપકડ રિયાસી જીલ્લામાંથી થઇ છે. તેમણે કહ્યું કે આ વ્‍યકિત ભોજન અને આશ્રય આપવા ઉપરાં ઘણીવાર આતંકવાદીઓને શરણ આપવામાં પણ સામેલ હતો.

આ બાબતે એસએસપી મોહિતા શર્માએ જણાવ્‍યું કે પાછલા ૧૦ દિવસમાં રિયાસી પોલીસે આ ઘટના સાથે સંકળાયેલા લગભગ ૧પ૦ લોકોની ધરપકડ કરી છે. તેમણે જણાવ્‍યું કે પોલીસે હાકમદીન પાસેથી એ ૬૦૦૦ રૂપિયા પણ કબજે કર્યા છે, જે તેને આતંકમવાદીઓએ આપ્‍યા હતા. તેની પાસેથી કોઇ હથિયાર કે દારૂગોળો નથી મળ્‍યો. શર્માએ કહ્યું કે તેની તપાસ હજુ ચાલુ છે. પણ ત્રણે આતંકવાદીઓ ત્રણ વાર હાકમદીનના ઘરે રોકાયા હતા.

(3:59 PM IST)