News of Thursday, 20th June 2024
દેશનું સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનઃ હાવડા

કોલકતા તા. ર૦: હાવડા રેલ્વે સ્ટેશન પર ર૬ રેલ્વે લાઇનો છે જે તેને દેશના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનોમાંથી એક બનાવે છે. કોલકત્તાનું આ રેલ્વે સ્ટેશન ટર્મીનલ ૧ અને ટર્મીનલર તરીકે ઓળખાય છે. દેશના સૌથી સુ઼ંદર રેલ્વે સ્ટેશનોની યાદીમાં પણ હાવડાનું નામ છે. આ સ્ટેશન ભારતમાં સૌથી જૂનું રેલ્વે. સ્ટેશન છે. તેનું બીલ્ડીંગ ૧૮પ૪માં બનાવાયું હતું. હુગલી નદીના કિનારે બનેલું હાવડા સ્ટેશન હાવડા બ્રીજના માધ્યમથી કોલકત્તા સાથે જોડાય છે. સમગ્ર ભારતમાં હાવડા રેલ્વે સ્ટેશન પર સૌથી વધારે ટ્રેનના ડબ્બા રાખવાની ક્ષમતા છે. હાવડાથી દેશના લગભગ દરેક ભાગમાં જવા માટે ર૩ પ્લેટફોર્મ પરથી ટ્રેનો ચાલે છે.
હાવડા જંકશનથી રોજની ૩પ૦થી વધારે ટ્રેનો ઉપડે છે. તે પૂર્વ રેલ્વે હેઠળ આવે છે. ભારતમાં જયારે પહેલી ટ્રેન શરૂ થઇ તો ૧૮પ૩માં મુંબઇથી પહેલી ટ્રેન અને ૧૮પ૪માં બીજી ટ્રેન હાવડા જંકશનથી ઉપડી હતી.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
