News of Thursday, 20th June 2024
અનામત અંગે હાઈકોર્ટના નિર્ણયને બિહાર સરકાર પડકારશે : સમ્રાટ ચૌધરીએ કહ્યું- વસ્તીના આધારે લેવાયો હતો નિર્ણય
બિહારમાં અનામતનો વ્યાપ વધારવાના નિર્ણય પર પટના હાઈકોર્ટના ફટકા બાદ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે:ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીનું મોટું નિવેદન

બિહારમાં અનામતનો વ્યાપ વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. હાઇકોર્ટે અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો છે. હવે એ વાત સામે આવી છે કે બિહાર સરકાર હાઈકોર્ટના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જશે.
પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા SC, ST, EBC અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં આપવામાં આવેલા 65 ટકા અનામતને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન આપ્યો હતો. કોર્ટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલ કાયદો રદ કરવાનો આદેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ, બિહારમાં અનામતનો વ્યાપ વધારવાના નિર્ણય પર પટના હાઈકોર્ટથી ઝટકો મળ્યા બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. હાઈકોર્ટના નિર્ણય સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. આ મામલે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે
તેમણે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું અને સુપ્રીમ કોર્ટ પાસે ન્યાય માંગીશું. બિહારમાં તમામ વર્ગોને અનામત આપવામાં આવી છે. જાતિ ગણતરી કરીને નીતિશ કુમારે જે નિર્ણય લીધો છે તે અંગે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. બિહાર ગરીબ રાજ્ય છે, ST SC વસ્તી વધારાના આધારે અનામતમાં વધારો કરવામાં આવ્યો હતો.
બિહાર સરકારે ગયા વર્ષના અંતમાં વિધાનસભામાં રાજ્યના આર્થિક અને શૈક્ષણિક આંકડા રજૂ કર્યા હતા. સરકારે એ પણ જણાવ્યું કે રાજ્યની સરકારી નોકરીઓમાં દરેક વર્ગનો કેટલો હિસ્સો છે. બિહારમાં સામાન્ય વર્ગની વસ્તી 15 ટકા છે અને મહત્તમ 6 લાખ 41 હજાર 281 લોકો પાસે સરકારી નોકરી છે. નોકરીઓની બાબતમાં 63 ટકા વસ્તી સાથે પછાત વર્ગ બીજા ક્રમે છે. પછાત વર્ગો પાસે કુલ 6 લાખ 21 હજાર 481 નોકરીઓ છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
