News of Monday, 24th June 2024
જમ્મુ-કાશ્મીરના ત્રિકુટા નગર વિસ્તારમાં સ્ક્રેપયાર્ડમાં આગ ભભૂકી :ઘણા ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરના ત્રિકુટા નગર વિસ્તારમાં એક સ્ક્રેપયાર્ડમાં આગ લાગી હતી. ઘણા ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દરમિયાન એસડીએમ સાઉથ મનુ હંસાએ કહ્યું છે કે આગ પર ઘણી હદ સુધી કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને થોડી જ વારમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવશે. અહીં એક જંક શોપ છે. જો કોઈપણ પ્રકારની માહિતી અમારા ધ્યાન પર આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. કોઈ જાનહાનિ નથી
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
